________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કરવાની પ્રક્રિયા છે. આત્માનુશાસનને ઉજાગર કરવાનું પ્રબળ સાધન છે. વસ્તુ-ધર્મ કે સત્યની શોધમાં પરિણત ચેતનાની એકાગ્રતાને ધર્મ-ધ્યાન કહેવામાં આવે છે. ધર્મેધ્યાનનાં ચાર લક્ષણો છે -
૧. આજ્ઞા-રૂચિ - પ્રવચનમાં શ્રદ્ધા હોવી. ૨. નિસર્ગ-રૂચિ - સહજપણે જ સત્યમાં શ્રદ્ધા હોવી. ૩. સૂત્ર-રુચિ - સૂત્ર-પઠન દ્વારા શ્રદ્ધા પેદા થવી.
૪. અવગાઢ રુચિ - વિસ્તારથી સત્યની ઉપલબ્ધિ થવી. ધર્મેધ્યાનના ચાર આલંબનો છે.
૧. વાચના - ભણાવવું. ૨. પ્રતિપ્રચ્છના - શંકા-નિવારણ માટે પ્રશ્નો કરવા. ૩. પરિવર્તના - પુનરાવર્તન કરવું. ૪. અનુપ્રેક્ષા - અર્ધનું ચિંતન કરવું. ધર્મેધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે - ૧. એકત્વ-અનુપ્રેક્ષા - એકલાપણાનું ચિંતન કરવું. ૨. અનિત્ય-અનુપ્રેક્ષા - પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું. ૩. અશરણ-અનુરૈયા - અશરણ દશાનું ચિંતન કરવું. ૪. સંસાર-અનુપ્રેક્ષા - સંસાર પરબ્રિમણનું ચિંતન કરવું. (૨) શુકલધ્યાન ચેતનાની સહજ (ઉપાધિ-રહિત) પરિણતિને શુકલધ્યાન કહેવામાં આવે છે.)
તત્ત્વાર્થ સૂત્રમાં એની પરિભાષા કરવામાં આવી છે - પૃથકત્વ એકત્વ - વિતર્ક - સૂક્ષ્મક્રિયા - પ્રતિપાતિવ્યપરતા ક્રિયા નિયતીનિ' (૯/૩૯).
જૈન સિદ્ધાંત દીપિકામાં પણ એની વ્યાખ્યા કરવામાં આવી છે - “પૃથકત્વવિતર્ક સવિચાર- એકત્વ વિતર્ક અવિચાર- સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિસમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિનિ શુકલ (૬૪૪)
નિર્મલ પ્રણિધાન - સમાધિ અવતાને શુકલધ્યાન કહેવાય છે. ઉપરમાંથી પ્રથમ બે પ્રકારનું શુકલધ્યાન પૂર્વજ્ઞાનધારી શ્રુતકેવલીને થાય છે. બાકી બે માત્ર કેવલી ભગવાનને થાય છે. આ ચાર ભેદો આ પ્રમાણે છે.
૧. પૃથકત્વવિર્તક સુવિચાર - કોઈ પણ એક વસ્તુને એય બનાવીને બીજા
%E%
E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 બધા પદાર્થો એનાથી ભિન્ન છે એમ ચિંતન કરવું એ પૃથવિતર્ક છે. એમાં અર્થ, શબ્દ અને યોગ પર પરિવર્તન (એકમાંથી બીજા પર જવું) થવાથી એ વિચાર કહેવાય છે. એ ત્રણે યોગવાળાને થાય છે.
૨. એકવિતર્ક અવિચાર - એત્વનું ચિંતન કરવું. જેમાં કોઈ પરિવર્તન નથી થયું એટલે એ અવિચારી ધ્યાન છે. એ એક યોગવાળાને થાય છે.
૩. સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ - ૧૩માં ગુણસ્થાનના અન્ત ભાગમાં જે ઉચ્છવાસ નિ:શ્વાસની સૂક્ષ્મ ક્રિયા બાકી રહે છે, જેનું પતન નથી થયું. એમાં માત્ર કાયયોગ હોય છે.
૪. સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ - આમાં ત્રીજા પ્રકારની સૂક્ષ્મ ક્રિયા પણ નથી રહેતી, વિચ્છિન્ન થઈ જાય છે. આમાં અયોગી વસ્થા, જેની નિવૃત્તિ નથી હોતી, પ્રાપ્ત થાય છે. શુકલધ્યાનના ચાર લક્ષણો છે.
૧. અવ્યથ - ક્ષોભનો અભાવ. ૨. અસંમોહ - સૂક્ષ્મ પદાર્થ – વિષયક મૂઢતાનો અભાવ. ૩. વિવેક - શરીર અને આત્માના ભેદનું જ્ઞાન. ૪. વ્યુત્સર્ગ - શરીર અને ઉપધિમાં અનાસક્ત - ભાવ. શુકલધ્યાનના ચાર આલેખન છે -
(૧) ક્ષાન્તિ-ક્ષમા, (૨) મુક્તિ-નિર્લોભતા (૩) આઈવ-મૃદુતા અને માર્ક્સવસરળતા.
શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે - (૧) અનંતવૃત્તિતા-અનુપ્રેક્ષા – સંસાર પરંપરાનું ચિંતન કરવું. (૨) વિપરિણામ-અનુપ્રેક્ષા - વસ્તુઓના વિવિધ પરિણામોનું ચિંતન કરવું. (૩) અશુભ-અનુપ્રેક્ષા - પદાર્થોની અશુભતાનું ચિંતન કરવું. (૪) અપાય-અનુપ્રેક્ષા – દોષોનું ચિંતન કરવું.
(૫) નિશ્ચયનિયતી દષ્ટિએ તો ‘સ્વ'નું નિજ આત્માનું ધ્યાન જ ખરું ધ્યાન છે. આત્માના પોતાના ચાર શાશ્વત ગુણો છે - જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આ ચાર ગુણોના ધ્યાનમાં મસ્ત બનવું એનું જ નામ આત્મધ્યાન છે. સમયસારમાં આચાર્ય કુન્દકુન્દ આત્માના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું કે‘અહમકો ખલુ સુધ્ધો, દંસણખાણમઈઓ સદાઅરૂવી;
જ ૯૫)