________________
જ્ઞાનધારા
(૧) જે ઉત્તમ સંહનનધારી (જેની દેહરચના ઉત્તમ છે) પુરુષ ધ્યાતા છે. (૨) એકાગ્રચિંતા અથવા યોગનિરોધ ધ્યાન છે.
(૩) જે એક વિષયને મુખ્ય બનાવે - જેના પર ચિત્ત એકણુ થાય તે ધ્યેય છે. ૪. અન્તમુર્હુત એ ધ્યાયનો ઉત્કૃષ્ટ કાળ છે. એનો અર્થ એમ થાય કે ઉત્તમ સંહનન શરીરધારીને વધુમાં વધુ ૪૮ મિનિટ સુધી ધ્યાન ટકી શકે છે અને અન્ય શરીરને એનાથી ઓછા સમય સુધી ધ્યાન ટકી શકે છે.
અષ્ટપ્રાભૂતના મોક્ષ પ્રાભૂતમાં કહ્યું છે કે જીવ આજે પણ રત્નત્રયી દ્વારા શુદ્ધાત્માનું ધ્યાન કરીને સ્વર્ગલોક યા લોકાંતિક દેવત્વ પ્રાપ્ત કરી ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (ગાથા ૭૭). એટલે કે અનુત્તમ સંહનનવામા જીવો પણ ધ્યાન કરી શકે છે.
ધ્યાન આપ્યંતર તમનો પાંચમો પ્રકાર છે. તત્ત્વાર્થ સૂત્ર અનુસાર વ્યુત્સર્ગ પાંચમો અને ધ્યાન છઠ્ઠો પકાર છે. ધ્યાન પહેલા વ્યુત્સર્ગ કરવામાં આવે છે. એ દૃષ્ટિએ આ ક્રમ ઉચિત છે અને વ્યુત્સર્ગ ધ્યાન વિના પણ કરવામાં આવે છે, તેનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે. તેથી તેને ધ્યાનની પછી પણ રાખવામાં આવે છે.
ચેતનાની બે અવસ્થાઓ હોય છે ચલ અને સ્થિર ચલ ચેતનાને ‘ચિત્ત’ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે (૧) ભાવના-ભાવ્ય લિષય ઉપર ચિત્ત વારંવાર લગાડવું.
(૨) અનુપ્રેક્ષા - ધ્યાનમાંથી વિરત થયા પછી પણ તેનાથી પ્રભાવિત માનસિક
ચેષ્ટા.
(૩) ચિંતા : સામાન્ય માનસિક ચિંતન. સ્થિર ચેતનાને ‘ધ્યાન' કહેવામાં આવે છે. જેમ કે અપરિસ્પંદમાન ‘શિખા’ કહેવાય છે, તેવી જ રીતે અપરિસ્પંદમાન જ્ઞાન ધ્યાન કહેવાયર છે. (૯/૭). એકાગ્ર -ચિંતનને પણ ધ્યાન કહેવામાં આવે છે. ચિત્ત અનેક વસ્તુઓ કે વિષયોમાં પ્રવૃત્ત થતું રહેતું હોય છે. તેને એક વસ્તુ કે વિષયમાં પ્રવૃત્ત કરવું પણ ધ્યાન છે. (ધ્યાનશતક - શ્લોક-૩).
લોકપ્રકાશ (૩૦/૪૨૧-૪૨૨)માં મન, વચન અને કાયાની સ્થિરતાને ધ્યાન કહ્યું છે. આમ ત્રણ પ્રકારના ધ્યાન થાય છે.
૧. માનસિક ધ્યાન - મનની નિશ્ચળતા - મનોગુપ્તિ.
૨. વાચિક ધ્યાન - મૌન - વચનગુપ્તિ.
૯૨
333333333333 179 FR 3333333339ssis ૩. કાયિક ધ્યાન - કાયાની સ્થિરતા - કાયગુપ્તિ.
છદ્મસ્થ વ્યક્તિને એકાગ્ર - ચિંતનાત્મક ધ્યાન થાય છે, પણ પ્રવૃત્તિ નિરોધાત્મક ધ્યાન માત્ર અંશતઃ થાય છે. કેવળીને પ્રવૃત્તિ નિરોધાત્મક ધ્યાન થાય છે.
ચાર પ્રકારના ધ્યાન :
સ્થાનાંગ સૂત્ર (૪-૬૦), આવશ્યક નિર્યુક્તિ (૧૪૬૩). ઉત્તરાધ્યયન સૂત્ર (૩૦). ધ્યાનશતક (૬૦). આદિમાં ચાર પ્રકારના ધ્યાન બતાવવામાં આવ્યાં છે. (૧) આર્તધ્યાન. (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્માંધ્યાન અને (૪) શુકલધ્યાન. આમાંથી પ્રથમ બે પ્રકારના ધ્યાન અશુભ છે, કર્મબંધના કારણો છે. માટેએ આત્યંતર તપની કોટિમાં નથી આવતા. અંતિમ બે પ્રકારના પ્રશસ્ત ધ્યાન છે, એ કર્મનિર્જરાના હેતુ છે. એટલે ઉત્તરાધ્યયન (૩૩-૩૫)માં કહ્યું છે કે સુસમાહિત મુનિ આર્ત્ત અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્માંધ્યાન અને શુકલધ્યાનનો અભ્યાસ કરે. બુધજનો એને ધ્યાન કહે છે.
(૧) ધર્માંધ્યાન : આત્યંતર તપ સાધના માટે ધર્માંધ્યાનની સાધના કરવાની હોય છે. એ યાદ રાખવું જોઈએ કે આ ધ્યાનનું નામ ધર્મધ્યાન નથી પણ ધર્મધ્યાન છે. એની પરિભાષા તત્ત્વાર્થ સૂત્રમાં આ પ્રમાણે કરી છે. ‘આજ્ઞા અપાય - વિપાક - સંસ્થાન વિચયાય ધર્યંમ્’ (૯/૩૬) છે. આ ધર્મધ્યાના ૪ પ્રકાર છે.
(૧) આસાવિચય - આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો. એટલે કે આગમ શ્રુતમાં પ્રતિપાદિત તત્ત્વને ધ્યેય બનાવી એમાં એકણુ થઈ જવું.
(૨) અપાયવિચય - સંસારી જીવોના દુઃખોનું અને એમાંથી છૂટવાના ઉપાયોનું ધ્યાન કરવું. આ ધ્યાનમાં રાગ-દ્વેષ આદિ દોષોના ઉત્પત્તિ હેતુ અને એના ઉપાય હેતુને ધ્યેય બનાવી એકાગ્ર થઈ જવાનું છે.
(૩) વિપાક વિચય - કમોના ફળનો વિચાર કરી એને ધ્યેય બનાવી એકાગ્ર
થવું.
ધર્મનો અર્થ છે- વસ્તુનો સ્વભાવ. જે ધર્મયુક્ત હોય છે એને ધર્મી કહેવાય છે. ઉપર મુજબ ધ્યેય ઉપર વિચાર કરતી વખતે સ્વની સન્મુખતાને લીધે જેટલી આત્મ પરિણામોની શુદ્ધતા થાય તેને ધર્માંધ્યાન કહેવાય છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં જે એકાગ્રતા થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે. પણ જે વ્યવહાર ધર્માંધયાન છે તે શુભ ભાવ છે, શુભ પરિણામરૂપ ધર્માંધ્યાન છે. અપ્રશસ્ત ધ્યાનની સરખામણીમાં કરણીય છે. ધર્મધ્યાનથી ચિત્તની ઉશ્રૃંખલતા પર અંકુશ લાગે છે. એ સત્યને સાક્ષાત્કાર
૯૩