________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB
- મમત્વનું વિસર્જન થાય છે. - શરીર હલકું બને છે, તનાવમુક્ત થાય છે.
- મન શાંત થાય છે. ૨) Physicalogical effects :
- સ્નાયુતંત્ર પ્રભાવિત થાય છે, નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર પ્રભાવિત થાય. -શ્વાસ મંદ અને સ્થિર થાય છે. લયબદ્ધ બને છે. - રક્ત રુધિરાભિસરણની ક્રિયા સારી રીતે થાય છે. - પ્રાણવાયુની જરૂરિયાત ઓછી થાય છે. કાર્યક્ષમતા ખૂબ વધી જાય છે.
- કાયાના દોષો (કફ, પિત્ત, વાયુ) ક્ષીણ થવાથી આળસ, પ્રમાદ, જડતા દૂર થાય.
- જાગૃકતા ખૂબ વધે છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે.
- ચિત્તની એકાગ્રતા સધાય છે. ગાઢ, શાંતિપૂર્વક નિંદ્ર આવે છે. અનિદ્રા નથી રહેતી)
- ફુર્તિ - શક્તિ પ્રદાન થાય છે. - બ્લડ પ્રેશરૂ, હૃદયરોગવાળી વ્યક્તિને કાયોત્સર્ગ બહુ ઉપયોગી છે. - રોગપ્રતિકારક શક્તિ વધે છે. ૩) સૂક્ષ્મ શરીર પર અસર :
- જેમ જેમ સ્થિરતા અને જાગૃક્તા વધે છે તેમ તેમ સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય છે.
- અતિસૂક્ષ્મ શરીરના સ્પંદન થવા લાગે છે. આભામંડળ પણ દેખાય છે. - કાયોત્સર્ગથી વિવેક ચેતાન જાગૃત થાય છે.
- સમગ્ર નાડીતંત્ર પર અસર થાય છે. પ્રાણશક્તિ પ્રદીપ્ત થાય છે. ૪) આત્માનો અનુભવ :
- જડ-ચેતનનું ભેદજ્ઞાન સ્પષ્ટ થાય.
- ત્યાગવૃત્તિ સહજ બને છે. કંઈ પણ છોડવામાં સંકોચ નથી થતો. સહજ રીતે ઇન્દ્રિયોના વિષયો, પરિવાર, ધન છૂટી જાય છે. મોહ નથી રહેતો.
- ચૈતન્યમય બની જવાય. એ શક્તિનો પ્રત્યક્ષ અનુભવ થાય. - પ્રજ્ઞાનું જાગરણ થાય છે. લાભ-અલાભ, સુખ-દુ:ખ, નિંદા-પ્રશંસા, જીવન-મરણ આ બધામાં સમભાવ સહજ બને છે. સમતા આવે છે. *
૧૦૨૬
જૈન ધર્મમાં તપુધર્મની વૈજ્ઞાનિકતા
- ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (અમદાવાદસ્થિત જૈન ધર્મના અભ્યાસ પ્રવીણભાઈ દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચન આપે છે અને ચિંતનાત્મક સાહિત્યનું સર્જન સંપાદન કરે છે.)
ભારતીય દર્શનોમાં તપ ધર્મનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ધાર્મિક શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના તપનું નિરુપણ જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સંસારના તમામ જીવોમાં કોઈ ને કોઈ પ્રકારે તપધર્મનું આચરણ જોવા મળે છે. જે કષ્ટ સહન કરે છે તે પણ એક પ્રકારનો તપ ધર્મ છે, કારણ કે તમામ દર્શનો એક અવાજે બોલે છે કે તપથી કર્મ ટળે, તપ કરે ને કર્મ બળે કારણ કે સંસાર પરિભ્રમણ કરાવનાર જો કોઈ પરિબળ હોય તો દરેક આત્મા ઉપર લાગેલા કર્મબંધનો છે અને આ કર્મબંધનને તોડવા તેમાંથી સંપૂર્ણ મુક્ત થવા કર્મનો ક્ષય કર્મની નિર્જરા અનિવાર્ય રીતે જરૂરી છે. દરેક દર્શનોમાં બતાવેલ તપધર્મનો હેતુ શારીરિક શુદ્ધિ, આત્મશુદ્ધિ અને પરંપરાએ કર્મની સંપૂર્ણ નિર્જરા કરી મેળવવાની શાશ્વત સુખની સિદ્ધિ-મોક્ષ પ્રાપ્તિ છે. વ્યવહારમાં પણ ઉક્તિ છે કે સિદ્ધિ તો તેને જઈ વરે જે નર પરસેવે ન્હાય. એનો અર્થ એ કે જે મહેનત કરે કષ્ટ વેઠે, તપ કરે તેને સફળતા મળે અને તેને ધારેલું પરિણામ મળે.
આ નિબંધમાં વૈજ્ઞાનિકતા વિશેની ચર્ચા કરતાં પહેલાં જૈનદર્શનના નવ તત્ત્વોમાંથી બંધ, મોક્ષ અને નિર્જરા વિશે થોડી સમજુતી લેવાની જરૂર છે.
ભારતના બધા જ ધર્મો માનવજીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ માને છે. નિર્વાણ, કેવળજ્ઞાન, શાન્તિ, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન આ બધા મોક્ષવાચી શબ્દો છે. મનુષ્યને બાંધી રાખનારા બંધનો કયા છે ? આ બંધનોને જાણી લઈએ તો તેમાંથી છૂટવાનો ઉપાય મળી શકે. આપણે જાણી લઈએ કે આ બંધનો કયા છે ! જૈનદર્શનનો ખૂબ જ સરસ શબ્દ છે કર્મબંધ. જ્યાં સુધી કર્મબંધ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન (મોક્ષ) થાય નહીં. આ બાજુ કર્મબંધ ખલાસ થયા કે તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું.
આ કર્મબંધનું કારણ એટલે ઇચ્છા, વાસના, કામના, અભિલાષા, એષણા વગેરે. તે ઇચ્છા જદી જુદી બાબતોની હોય છે. આપણાં શાસ્ત્રો ઇચ્છાના ત્રણ પ્રકારો
૧૦૩)