________________
આત્યંતર તપમાં ધ્યાન
*****
ડૉ. રશ્મિભાઈ જે. ઝવેરી
(જૈન ધર્મના અભ્યાસુ રશ્મિભાઈ દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. તેમના ધર્મવિષયક ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે)
તપ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનનું નામ છ. ‘તપો-માર્ગ-ગતિ’. આનો પ્રતિપાદ્ય વિષય છે - તપસ્યા. તપસ્યા એ મોક્ષનો માર્ગ છે. તપસ્યા કર્મ નિર્જરાનું મુખ્ય સાધન છે, તેનાથી આત્મા પવિત્ર થાય છે.
-
જ્ઞાન,
પ્રત્યેક ધર્મમાં તપની મહત્તા બતાવવામાં આવી છે. જૈન ધર્મમાં તપનું વિશેષ સ્થાન છે. જૈન ધર્મના પાયા રૂપ આ ઉક્તિઓમાં માત્ર તપ બધામાં છે દર્શન, ચારિત્ર અને તપ; દાન, શીલ, તપ ભાવના; અહિંસા સંયમ અને તુપમય ધર્મ આદિ.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં (સૂત્ર-૨૮) ભગવાન કહે છે કે તપ વડે જીવ ‘વ્યવદાન’ - પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરીને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વ્યવદાન વડે તે અક્રિયા એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ પ્રાપ્ત કરે છે – તે અક્રિયાવાન બને છે. અયોગી બને છે. પછી તે સિદ્ધ બની પ્રશાંત, મુક્ત, પરિનિવૃત્ત થઈ બધાં દુઃખોનો અંત કરે છે.
એકાગ્ર મનની સ્થાપના (મનને એક અગ્ર-આલંબન ઉપર સ્થિર કરવું)નું પરિણામ ચિત્ત-નિરોધ બતાવવામાં આવેલું છે. ત્રેપનમા સૂત્રમાં બતાવવામાં આવું છે કે મન-ગુપ્તિ વડે એકાગ્રતા પ્રાપ્ત થાય છે. તેનાથી મનની ત્રણ અવસ્થાઓ ફલિત થાય છે. (૧) ગુપ્તિ (૨) એકાગ્રતા (૩) નિરોધ.
મનને ચંચળ બનાવનાર હેતુઓથી તેને બચાવવું - સુરક્ષિત રાખવું તે ‘ગુપ્તિ’ કહેવાય છે. ધ્યેય-વિષયક જ્ઞાનની એકતાનતા ‘એકાગ્રતા’ કહેવાય છે. મનની વિકલ્પ-શૂન્યતાને ‘નિરોધ’ કહેવામાં આવે છે.
મહર્ષિ પતંજલિએ ચિત્તનાં ચાર પરિણામો બતાવ્યાં છે. (૧) વ્યુત્થાન (૨) સમાધિ-પ્રારંભ (૩) એકાગ્રતા અને (૪) નિરોધ. અહીં એકાગ્રતા અને નિરોધ તુલનીય છે. બાહ્ય અને
(૧) આપ્યંતર તપ : જૈન દષ્ટિએ તપસ્યા બે પ્રકારની છે
Co
આત્યંતર. બાહ્ય તપ કરવાથી દેહાધ્યાસ છૂટી જાય છે. દેહાસક્તિ સાધનાનું વિધ્ન છે. આત્યંતર તપ માટે પ્રથમ દેહના મમત્વનો ત્યાગ આવશ્યક છે. જૈન દર્શનમાં આત્યંતર તપની બહુ મહત્તા છે. એના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે.
(૧) પ્રાયશ્ચિત- એનાથી અતચાર -ભીરુતા અને સાધના પ્રત્યે જાગરુકતા વિકસીત થાય છે.
(૨) વિનય - આનાથી અભિમાન-મુક્તિ અને પરસ્વરોપ ગ્રહનો વિકાસ થાય છે.
(૩) વૈયાવૃત્ત્વ વડે સેવાભાવ વિકસે છે.
(૪) સ્વાધ્યાય વડે ‘સ્વ’નો - પાતાના આત્માનો અભ્યાસ અને વિકથાનો ત્યાગ થાય છે.
(૫) ધ્યાન વડે એકાગ્રતા અને માનસિક વિકાસ થાય છે.
(૬) વ્યુત્સર્ગથી શરીર, ઉપકરણ વગેરે ઉપર થનારા મમત્વનું વિસર્જન થાય છે.
ભગવાને કહ્યું છે કે, ‘‘આ લોક નિમિત્તે કે પરલોક માટે તપ ન કરો. શ્લાધા કે પ્રશંસા માટે તપ ન કરો. તપ માત્ર નિર્જરા માટે - આત્માની વિશુદ્ધિ માટે કરો. (દશવૈકાલિક - ૯/૪/૬).
(૩) ધ્યાન : ધ્યાનની પરિભાષા - આવશ્યક નિર્યુક્તિમાં શરીર, વાણી અને મનની એકાગ્ર પ્રવૃત્તિને ધ્યાન કહેવામાં આવ્યું છે. ધ્યાન શતકમાં ધ્યાનને “સ્થિર અધ્યવસાય’' ગણવામાં આવ્યું છે. તત્ત્વાર્થ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ ધ્યાનની પરિભાષા કરી છે. ‘ઉત્તમ સહનન સૈકાગ્રચિતા નિરોધો ધ્યાનમાન્તર્મુહદ્રન્તાત્ (૯/ ૨૭)”. જૈન સિદ્ધાંત દીપિકામાં ગુરુદેવ તુલસીએ ધ્યાનની વ્યાખ્યા કરી છે. ‘એકાગ્ર મનઃ સન્નિવેશનં યોગ નિરોધો વા ધ્યાનમ્ । (૬/૪૧) આના ઉપરથી એમ જાણવા મળે છે કે જૈન પરંપરામાં ધ્યાનનો સંબંધ ફક્ત મન સાથે નહીં પણ ત્રણે યોગ-મનવચન અને કાયા સાથે છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે નિરંજન દશા-નિષ્ઠકંપક ધ્યાનને ધ્યાન કહેવાય છે. (૧૪૬૭-૬૮). કેવલજ્ઞાનીને ફક્ત નિરોધાત્મક ધ્યાન થાય છે. જ્યારે અન્યને એકાગ્રાત્મક અને નિરોધાત્મક એમ બંને પ્રકારના ધ્યાન થાય છે. ધ્યાનના અધિકારી : વાચક ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં ધ્યાનની પરિભાષા કરી છે તે મુજબ ચાર વાત નોંધવા જેવી છે.
૧