________________
33333333333333333333333
ણવિ અન્થિ મજ્જ કિંચિવિ, અણ્ણ પરમાણુમેર્ત્તપિ.(૩૮)
હું એક, શુદ્ધ સદા અરૂપી,
જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી,
પરમાણુમાત્ર નથી અરે. '
શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં નીચેની પંક્તિઓનું સતત રટણ કરાવવામાં આવે છે.
હું દેદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી;
હું શુદ્ધ, ચેતન, અવિનાશી એવો આત્મા છું, આત્મા છું.”
પણ આ ધ્યાનપૂર્ણ જાગૃતિ સાથે કરવાનું છે. નહીંતર ‘આત્મા છું’ને બદલે આત્મા જ ‘છૂ’ થઈ જશે. કેવળ રટણ રહી જશે.
સંપૂર્ણ એકાગ્રતાથી અને અત્યંત ભાવપૂર્ણ આ ધ્યાન કરતા કરતા શ્રીમદજી
કહે છે :
‘આત્મા’ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે’ (૬) પ્રેક્ષાધ્યાન :
આમ આત્માનું ધ્યાન અને આત્માની ભાવના એ જ નિશ્ચયનય ધ્યાન છે. પ્રક્ષાધ્યાન આ જ પ્રકારના ધ્યાનનું આજનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે.. એનો મૂળ ઉદ્દેશ છે -
આત્મસાક્ષાત્કાર.
ગણાધિપતિ આચાર્ય શ્રી તુલસીની પ્રેરણાથી આચાર્યશ્રી મહાપ્રજ્ઞે આત્મા વિશે ઊંડા અભ્યાસ સાથે ધ્યાનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. પછી સ્વયં પર પ્રયોગો કરી ‘પ્રેક્ષાધ્યાન’ની - જૈન ધ્યાનની - પદ્ધતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે - ચિત્તની નિર્મળતા. કપાયોથી મલિન ચિત્તમાં ન તો જ્ઞાનની ધારા વહી શકે છે કે ન આત્માનંદ. નિર્મતા વ્યક્તિનું આંતરિક રૂપાંતર છે. જૈનાગમોમાંથી ધ્યાનને લગતા સૂત્રોનો આધાર પ્રક્ષાધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમ કે ‘સંપિÐએ અપ્પગમપ્પ એણં’ - આત્મા દ્વારા આત્માને જુઓ. સ્વયં સ્વયંને જુઓ.
‘અપણા સચ્ચ મેસેજ્જા, મેત્તિ ભૂએસ કપ્પએ.’
સ્વયં સત્યને શોધો અને બધાં પ્રાણીઓ સાથે મૈત્રીક કરો.
૯૬
આચરાંગ સૂત્રમાં પ્રેક્ષાતી - કેવળ જોવાથી - રાગદ્વેષ વગર તટસ્થતાથી જોવાથી સાધક ક્રોધાદિ કપાયથી લઈને દુઃખ પર્યંત થનાર ચક્રવ્યૂહને તોડી નાખે છે. (૩૦/૮૩), મહાન સાધક અર્મ (ધ્યાનસ્થ) થઈને મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (માત્ર) મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (મત્ર) જાણે અનેજુએ છે (૨/૩૭). જે જુએ છે એને માટે ‘પાસએ' શબ્દ દ્વારા કહ્યું છે કે એને માટે કોઈ ઉપદેશ નથી. (૩/૧૮૫). વળી કહ્યું છે કે જે જુએ છે (પાસએ) તેને કોઈ મુશ્કેલી-દુ:ખ (misery) નથી હોતી.
આમ પ્રેક્ષાધ્યાન એ માત્ર જોવાની અને જાણવાની પદ્ધતિ છે. એનાં અંગો છે - મહાપ્રાણધ્વનિ, સંકલ્પ સૂત્ર, કાયોત્સર્ગ, અન્તર્યત્રા ચાસ પ્રેક્ષા, શરીરપ્રેક્ષા, ચૈતન્હેન્દ્રપ્રેક્ષા, લેશ્યાધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા, સમતા અને અંતે આત્મ-સાક્ષાત્કાર, આત્મા અને શરીરના ભેદ જાણવા-ભેદજ્ઞાન માટે પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ થાય છે. પ્રેક્ષાધ્યાન એ ધર્માંધ્યાનની પ્રાયોગિક પદ્ધતિ છે. વર્તમાન ક્ષણની પ્રેક્ષા એ એનો પાયો છે.
GJ