Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 43
________________ ***જ્ઞાનધારા જૈન ધર્મમાં બાર પ્રકારનાં તપ દર્શાવવામાં આવ્યાં છે. છ બાહ્યતપ અને છ આવ્યંતર તપ. વ્રત-તપના પ્રેરક જૈનાચાર્યોએ ત્રીજા આત્યંતર તપનું જૈન વ્રત-તપમાં વિશ્લેષણ કરતાં કહ્યું છે કે : જ્ઞાની અને તપસ્વી, અચાર્યા, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બીમાર, અપંગ આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી તે જ વૈયાવૃત્ત નામનું તપ. ગુણોમાં અનુરાગપૂર્વક સંયમી પુરુષો તેમ જ અઠ્ઠમ અથવા તેથી વધુ તપ કરનાર તપસ્વીઓનો ખેદ દૂર કરવો, પગ વગેરે દાબવા-ચોળવા, ચંદન કે શીતળ દ્રવ્યનું લેપન કરવું, લવિંગનો ખરડ કરવો તેમ જ તેમનાં સુખ-સગવડનો ખ્યાલ રાખવા અને એમ કરીને તેમને સુખ-શાતા ઉપજાવવાથી આ તપ થાય છે. ચતુર્વિધ સંઘની અને કુટુંબીજનોની ઉચિત સેવાભક્તિ કરવી તે પણ આ તપનો જ પ્રકાર છે. આ સર્વ પાત્રોને યોગ્ય રીતના શયન-સ્થાનની વ્યવસ્થા, સમયસર ઔષધિ આપવી, શારીરિક સ્વચ્છતા જાળવવામાં મદદ કરવી, અંગત વપરાશનાં સાધનોની સફાઈ કરવી, નિર્દોષ આહાર યોગ્ય સમયે આપવો, વ્યાધિપીડિત અંગોની સફાઈ કરવી, વસ્ત્રો ધોઈ આપવાં, પ્રવાસમાં મદદ કરવી, હલનચલનમાં ટેકો આપવો, હળવો વાર્તાવિનોદ કરવો, પત્રવ્યવહારમાં મદદ કરવી એવી અનેકવિધ રીતે સેવા-શુશ્રૂષા કરવી તે જ વૈયાવૃત્ય. વૈયાવૃત્ય કરનારને શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, વિચ્છિન્ન સમ્યકત્વનું પુન:સંધાન, તપ, પૂજા, તીર્થ, સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. જિનાજ્ઞાનું પાલન, સૈંય, સહાય, દાન, નલિચિકિત્સા, પ્રભાવના, કાર્ય-નિર્વહણ, મૈત્રી, કરુણા વગેરે વૈયાવૃત્ય કરનાના ગુણ છે. વૈયાવૃત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે. વૈયાવૃત્ય એ પોતાની જાતમાંથી બહાર નીકળવા માટેનું બારણું છે. ધ્યાન દ્વારા તપસ્વી જેને અંતરના ઊંડાણમાંથી પામવા મથે છે તેને જ વૈયાવૃત્ય દ્વારા પ્રત્યક્ષપણે પામી શકાય છે. આત્માનો વિસ્તાર થતો અનુભવાય છે. એક એવી પરમ અવસ્થા પામી શકાય છે જ્યાં ધ્યાન અને વૈયાવૃત્ય એકરૂપ બની જાય છે. શ્રી આચરાંગ સૂત્રના પ્રથમ ઉપદેશકની ૧૮મી ગાથામાં કહ્યું છે કે, “સાધકે માનઅને અપમાનમાં કેટલી સમતા કેળવી છે ? તેની ભિક્ષામય જીવનથી કસોટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ બે એવાં જ્ઞાનનાં સાધનો છે કે જે જ્ઞાન ભૂગોળના કે માનસશાસ્ત્રોના ૮ 33333333333 1 FR 3333333339ses અનંત ગ્રંથોથીય ન મળી શકે એવું લોકમાનસનું જ્ઞાન આ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શનો પ્રચાર પણ આ બે સાધનો દ્વારા સહેલાઈથી, ગામડે-ગામડે, ઘરેઘરે પહોંચી વળે છે એ દષ્ટિએ જ શ્રમણસંસ્થા માટે આ બે સાધનો નિમ્યાં છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ આદિનાથથી શરૂ કરી ચરમતીર્થંકર ભગવાન મહાવીસ્વામી સુધીના તમામ તીર્થંકારોએ પાદવિહાર અને ભિક્ષાચારી દ્વારા સંયમજીવનનું પાલન કર્યું. ભગવાન મહાવીર નિર્માણ પછીના કેટલાક સમયફ સુધી તો જૈન મુનિ ભગવંતો ગામબહાર ઉદ્યાનમાં ચાતુર્માસ કરતા. શેષકાળમાં પણ મુનિઓ ગામબહાર, રાજા, શ્રેષ્ઠી, શ્રાવકોના ચૈત્યો, ઉપવનો, વિહારો કે ઉદ્યાનમાં રોકાતા અને સ્વની સાધના સાથે પરનું કલ્યાણ કરતા. સમયના સાંપ્રત વહેણમાં શ્રાવકોના વસવાટને કારણે ગામનગર અને મહાનગરોમાં અનેક ધર્મસ્થાનકો થયાં અને સાધુ-સંતો તેમાં ચાતુર્માસ અર્થે કે શેષકાળમાં પધારી સ્વસાધના અને ધર્મજાગૃતિનું કાર્ય કરવા લાગ્યા. પ્રદૂષિત હવા-પાણીના કારણે અને કાળના પ્રભાવે, શરીરનાં સંઠાણ પરિવર્તનોને કારણે ખાસ કરીને મોટી ઉંમરના સાધુ-સંતો માટે પાદવિહાર કઠિન બની ગયો. શ્રાવકો માટે સંતોની વૈયાવચ્ચ માટે બે પાસાં ઊપસી આવ્યાં. એક વિહાર કરી શકે તેવી ઉમર અને શારીરિક ક્ષમતા ધરાવતા સંતોની બીમારી કે અકસ્માત વખતેની વૈયાવચ્ચ અને મોટી ઉંમરના વિહાર કે ગોચરી માટે ફરી ન શકે તેવી શારીરિક ક્ષમતા ગુમાવેલા સંતો, નાની ઉંમર હોવા છતાં ભયંકર રોગનો ભોગ બનેલા કે અકસ્માતને કારણે શારીરિક વિકલાંગતા કે અશક્તિ આવતાં વિહારાદિની શારીરિક ક્ષમતા ગુમાવતા સંતોના સ્થિરવાસ અને વૈયાવચ્ચની વ્યવસ્થા કરવાનું શ્રાવકો માટે જરૂરી બન્યું. શાસ્ત્રોમાં વૈયાવચ્ચ કર્તાની પાંચ વિશેષતાઓ જોવા મળે છે. (૧) સ્વચ્છન્દતા વિનાશક - વૈયાવચ્ચ કરનાર સાધક સ્વચ્છન્દ વિચરણ નથી કરી શકતો. સેવ્ય વ્યક્તિની ઇચ્છાનુસાર ચાલવું પડે છે. - (૨) મદ વિશોધક – વૈયાવચ્ચ કર્તામાં જાતિ, ફુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય એ આઠ મદમાંથી એકે મદ ન હોય, કોઈ બાબતનો અહંકાર ન હોય, સેવાકાર્યની પૂરી પ્રસન્નતા હોય. E

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136