________________
%િ99%E9%96%જ્ઞાનધારા 99%E9%
96%89%88 (૩) દેહાભિમાન વિશોધક- શરીર પ્રત્યે આસક્તિ ન હોય. વૈયાવચ્ચ માટે શારીરિક શક્તિની જરૂર પડે એટલા પૂરતી શરીરની સંભાળ લે છે.
(૪) સાતાભાવ વિશોધક -વૈયાવચ્ચ કરનારને પોતાની સુખ-સુવિધા કે શાત પ્રત્યે તીવ્ર રાગ નથી હોતો. પોતા પ્રત્યે ઉપેક્ષિત રહીને તે વૈયાવચ્ચ કરે છે, સેવ્ય વ્યક્તિને શાતા પહોંચાડે છે.
(૫) કષાય વિશોધક - એના ચારે કષાયો મંદ હોય છે. કપાસના ઉદયથી આવેલ આવેશને શમાવી દે છે, પ્રશસ્ત ભાવમાં રૂપાંતરિત કરે છે. શ્રાવકજીના ૨૧ ગુણ બતાવ્યા છે એમાં કહ્યું છે કે શ્રાવકજી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર તીર્થની વૈયાવચ્ચ કરનારા છે. (૧૫મો બોલ).
વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે, જ્યારે જૈન ધર્મે ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં અનુકંપા અને દયા અભિપ્રેત છે જ્યારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુઃખ કે પીડા ઉત્પન્ન થતાં હું દુઃખી થાઉં, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત, પણ અન્યનાં દુઃખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં, પરંતુ મને એવા જ પ્રકારનું દુ:ખ થયું છે એવી અનુભૂતિ કરું. જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે. આ દુઃખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા-વૈયાવૃત્ય કરું તો એ નિજી સંવેદના બની જશે. વળી પંચમહાવ્રતધારી સંતો તો આપણા પૂજનીય છે, માટે સેવા અને વૈયાવૃત્યમાં ફરક છે. સેવા એટલે રાહતનું ગુંજન, વૈયાવચ્ચે એટલે રત્નત્રયીનું પૂજન. - સાધુ-સંતો તો પરિષહો સહેતા આવ્યા છે. ઉપસર્ગો સામે ઝઝૂમે છે માટે વૈયાવચ્ચ એ સંતોની જરૂરિયાત નથી, આપણા હૃદયની સંવેદના છે. જ્યારે કાયાની માયા વિસારનારા સંતને અસમાધિ થાય ત્યારે આપણે નમ્રતા સાથે વંદના કરી વિનંતી કરીએ કે અમને વૈયાવચ્ચનો લાભ આપો. વૈયાવચ્ચમાં વિનય અભિપ્રેત જ હોય. વિનમ્રતા વિનાની વૈયાવચ્ચ વામણી છે. વિનય અને વૈયાવચ્ચે એક સિક્કાની બે બાજુ છે.
ઉપ એટલે સમીપ, યોગ એટલે જોડાવું, જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. સેવા એ સહ્યોગ છે તો વૈયાવચ્ચ એ
%e0%e0%
e0%ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a ઉપયોગ છે.
વૃદ્ધ માતા-પિતા, રુષ્ણુ, ગુરુ કે સંતની વૈયાવચ્ચ કરનારની સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે. તેને વિદ્યા અને જ્ઞાનપ્રાપ્તિ સુલભ બને છે. વૈયાવચ્ચનો ધર્મ આપણામાં એવી રીતે પ્રતિષ્ઠિત થવો જોઈએ કે જે સાધુ જીનાં વ્રતોને લક્ષમાંરાખીને જ કરવામાં આવે. વ્રતમાં શક્ય એટલા દોષ ન લાગે તેની ઝીણવટભરી કાળજી સાવધાનીમાં જ વિવેક અભિપ્રેત છે.
સંત-સતીજીઓ માટે શક્ય એટલી વધુ આરાધનાધામોમાં વૈયાવચ્ચની સગવડો ઉપલબ્ધ થાય. જરૂરિયાત પ્રમાણેનાં સેવાકેન્દ્રોનું નિર્માણ થાય તેની મહાસંઘો કે મહાજન સંસ્થાઓ કાળજી લેશે તો શાસનનું ગૌરવ જળવાશે. તીર્થંકર નામકર્મ ઉપાર્જનના વીશ બોલમાં ૧૬મો બોલ વૈયાવચ્ચનો છે. સાધુ-સંતોની ઉત્કૃષ્ટભાવે વૈયાવચ્ચ સેવા કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે અને એવું કહ્યું છે કે,
વૈયાવચ્ચ ગુગધરાણં નમો નમ: વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર, એને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે. સેવામૂર્તિ નંદીષણની કસોટી કરવા પરુની દુર્ગંધવાળા મુનિ દેહરૂપ ખુદ ઇંદ્ર આવ્યા અને નંદીષેણે ભાવપૂર્વક વૈયાવચ્ચ કરી કસોટીથી પાર ઊતર્યા. મરૂદેવી માતા, શૈલકરાજર્ષિની સેવા કરનાર પંથકમુનિ, બહુમુત્રી પૂ. સમર્થમલજીની વૈયાવચ્ચ ભાવનાનું પાવનર્માણ કરી અભિવંદના કરીએ.
*
જ ૮૦૦