________________
33333333333333333333333
एमे ए समणा मुत्ता, जे लोए संति साहुणो । વિનમા વૅ પુમુ, વાળ-મત્તમ રવા
તે રીતે લોકમાં, જે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના આપ્યંતર પરિગ્રહ રૂપ રાગ-દ્વેષની ગ્રંથિથી મુક્ત શ્રમણ સાધુ છે. જ્ઞાનાદિ રત્નત્રયથી યુક્ત છે, તે દાતા દ્વારા દેવાયેલ નિર્દોષ આહારની એષણામાં રત રહે છે. આહાર તથા મુનિના જીવનની જરૂરિયાતો પણ આ જ પ્રકારની ગવેષણા કરીને જ ગ્રહણ કરે. વળી -
वयं च वित्तिं लब्भायो, न य कोई उबहम्मद । अहागडेसु रीयंते, पुष्केसु भमरा जहा ॥
આ રીતે ભિક્ષા પ્રાપ્ત કરશું, કોઈ જીવનું ઉપમર્દન ન થાય. જેમ ભ્રમર અનાયાસ પ્રાપ્ત ફૂલ પર ચાલ્યો જાય છે તેમ શ્રમણ યથાકૃત - ગૃહસ્થો દ્વારા પોતાના માટે સહજભાવથી બનાવેલ આહાર માટે તે ઘરોમાં ચાલ્યા જાય છે.
ન
ભિક્ષાચારીની પ્રક્રિયા દ્વારા અહિંસા, સંયમ અને તપથી યુક્ત શ્રમણ ધર્મનું સહજ પાલન થાય છે. કારણ પોતાના નિમિત્તે કોઈ પણ જીવને પીડા ન પહોંચાડવી તે ‘અહિંસા’. ભિક્ષાચર્યામાં સાધુ પોતાના માટે સ્વયં આહાર બનાવી કે બનાવરાવી કોઈ પણ પ્રકારે આરંભ નથી કરતો તેમજ ગૃહસ્થે પોતાના માટે બનાવેલ આહારમાંથી જબરદસ્તીપૂર્વક નથી લેતો, પરંતુ સ્વેચ્છાથી, ભાવના સાથે આપે, તેમાંથી પણ થોડું લે છે જેથી દાતા ગૃહસ્થને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. આમ કોઈને પીડા ન પહોંચે, તેમ થોડો આહાર લઈ પોતાનો જીવનનિર્વાહ કરવો તે છે ‘સંયમ'. સાધુ ભિક્ષાચારી કરતાં અનેક ઘરોથી થોડું-થોડું લે, મર્યાદિત આહારથી ચલાવે, જોઈએ તેટલું ન મળે અથવા બિલકુલ ન મળે તો પણ સંતોષ માની ઉપવાસ કરી લે. પોતાની ઇચ્છાનો નિરોધ કરે તો અનાયાસ ‘તપ’ થઈ જાય છે.
આમ સહજ, સ્વાભાવિક રીતે શ્રમણ ધર્મનો નિશ્ચય અને વ્યવહાર બન્ને દષ્ટિથી પાલન થઈ જાય છે.
*
અહીં અપાયેલ ભ્રમરની ઉપમા સ્વાંશે નહીં પણ એકદેશ જ આપેલી છે. ભ્રમર જેમ મર્યાદિત રસ ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ મર્યાદામાં રહે છે. અન્યથા ભ્રમર અને મુનિમાં ઘણું અંતર છે. ભ્રમર પુષ્પની ઇચ્છાને જાણવા રોકાતો નથી જ્યારે મુનિ તો ગૃહસ્થ પોતાની ઇચ્છા અને ભાવનાથી આપે તો જ ગ્રહણ કરે છે.
મધુકર વૃત્તિ યુક્ત મુનિને મહત્તા બતાવતા કહે છે -
rr
ઈ તપ તત્ત્વ વિચાર मदुकारसमा बुद्धा जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता, तण बुचंति साहुणो ।
દશ-અ. ૧
ગાયા ૫
આવા ભ્રમર ભિક્ષાવૃત્તિવાળા મુનિ તત્ત્વના જાણકાર હોય, ફુલાદિના પ્રતિબંધ રહિત, જુદા જુદા ઘરોમાંથી થોડા થોડા આહારને લેનાર, અભિગ્રહ ધારણ કરનાર, નીરસ આહારના ભોગી, ઇન્દ્રિય, મનના દમન સાથે શમન કરનારા, જે કાંઈ મળે તેમાં આનંદ માનનારા, આદિ ગુણોથી યુક્ત છે.
ભિક્ષાચર્યા તપનું બીજું નામ છે, ‘વૃત્તિ સંક્ષેપ’. વૃત્તિ એ આંતર જગતનું સ્વરૂપ છે. અનંત જન્મોમાં જે-જે ભાવોને સેવ્યા હોય તેના સંસ્કાર અંતઃકરણ પર જામે છે, જે વૃત્તિ કે વલણનું રૂપ ધારણ કરે છે. પ્રાયઃ સર્વ જીવની વૃત્તિઓ સંસારાભિમુખ હોય છે, જે હંમેશાં વધુ ને વધુ ભોગ ચાહે છે. જ્યાં ભોગવૃત્તિની બહુલતા હોય ત્યાં આરંભ-સમારંભ પ્રચુર માત્રામાં થાય છે.
અહીં તપની વિવક્ષા હોવાથી વૃત્તિના સંક્ષેપ દ્વારા આરંભ-સમારંભ તથા હિંસા આદિ પર વિજય મેળવી સંયમ કેળવવાનો છે.
-
વૃત્તિઓને પરિમાર્જન કરવાનો અવસર એકમાત્ર મનુષ્ય જીવનમાં જ શક્ય છે. બાકી અન્ય ગતિઓમાં એકેન્દ્રિયથી લઈ અસંજ્ઞી પંચેન્દ્રિય કે તીર્થંચના ભવમાં નારકીના ભવમાં સંભવિત નથી. માટે જ સંયમી મુનિ હોય કે સંસારી ગૃહસ્થ હોય, સર્વને આગમકાર વૃત્તિથી વશ ન થવા ઉપરાંત વૃત્તિનો સંક્ષેપ કરવા સમજાવે છે.
નિગોદથી નીકળેલો જીવ અકામ-નિર્જરાના બળે આગળ વધે. પુણ્યનો યોગ વધતો જાય પણ વૃત્તિનું પરિવર્તન થતું નથી. એ તો પંચેન્દ્રિય માનવ બન્યા પછી પણ સ્વ પુરુષાર્થના બળે વૃત્તિ ઓળખાય તથા બદલાય છે.
માનવનો વૃત્તિ સંક્ષેપ થતાં તેની જરૂરિયાતો ઘટી જાય છે. તેથી ઇચ્છાઓ પણ સંયમિત બને છે. તેથી જ
स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुःख समुह को हरते हैं।
જ્યાં સુધી માનવ ઇન્દ્રિયોની ભોગસક્તિમાં રત છે ત્યાં સુધી અનેક જીવોને પીડા આપતો રહેશે. પોતાના સ્વાર્થને સાધવા ગમે તેવા-ગમે તેટલા પાપો આચરે છે, જેથી પોતે કર્મબંધથી ભારે બને છે અને અન્ય પ્રાણીઓને મરવા સુધીનું દુ:ખ ભોગવવું પડે છે.
૪૫