Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 28
________________ 3988883383828sssssssssssss પરમ પદને પામે છે. સાધકની જીવનચર્યા કઈ રીતની હોવી જોઈએ ? સાધક કઈ રીતે પોતાનો જીવન-વ્યવહાર કરે તો તે દોષમાંથી બચે અને સંયમ સાધનામાં આગળ વધી શકે આ માટે સાધકે અષ્ટપ્રવચન માતાના ખોળે બેસવું પડે. પ્રવચન એટલે સંપૂર્ણ દોષ રહિત અત્યંત શ્રેષ્ઠ વચન. કેવળજ્ઞાની, તીર્થંકરનું વચન પ્રવચન કહેવાય. આ પ્રવચન એટલે આગમવાણી. સંયમી સાધકો માટે એના જીવનની રક્ષા કરનાર આઠ પ્રકારની માતાઓ આગમ-શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. આ અષ્ટપ્રલચન માતા સાધકના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી છે. આ માતાઓ સંયમી જીવોનું રક્ષણ કરી તેના આત્માને વિશુદ્ધ બનાવે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. સંયમી સાધક આત્મા જ્યારે સંસારની મોહ-માયા, સ્વજનો, સંબંધો, પરિગ્રહ વગેરે છોડી દે છે. સંન્યસ્ત જીવન જીવવા સંયમ સાધનામાં આગળ વધવા તે ત્યાગને માર્ગે જાય ચે જ એક માતાનો ખોળો છોડે તેને આઠ માતા મળે છે. આ આઠ માતાનાં નામ આ પ્રમાણે છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ : (૧) ઈર્યા સમિતિ (૨) ભષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન નિક્ષેપણા (૫) પરિઠાવણિયા સમિતિ (૬) મનગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ. સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક જીવદયા લક્ષે જે પ્રવૃત્તિ થાય તેને ‘સમિતિ’ કહેવાય. ‘ગુપ્તિ’ એટલે ગોપવું. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને ગોપવવી, રોકવી. ગુપ્તિ એટલે નિવૃત્તિ. બિનજરૂરી પ્રવૃત્તિ ન કરવી તે ગુપ્તિ. કોઈ પણ સાધક પોતાના જીવનમાં ગુપ્તિ અને સમિતિનું પાલન કરે તો અધ્યાત્મ વિકાસ થયા વિના રહેતો નથી. એષણા સમિતિ એષણાના ત્રણ પ્રકાર છે - (અ) ગવેષણા : આહાર ગ્રહણ કર્યા પહેલાં તેની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે. જો સાધુ હોય તો અલગ અલગ ઘરેથી આહારના પદાર્થો ભિક્ષામાં થોડા થોડા લે છે, જેથી એક વ્યક્તિને વધુ ભાર ન પડે, ગૌચરમાં ગાય ચરે ત્યારે ઉપર ઉપરથી થોડું ઘાસ ખાય છે. એક સાથે મૂળ સહિત ઘાસ ઉખેડીને નથી ખાતી, જેથી ત્યાં જ re 33333333333 14 de fer 3333333333SISIS ફરીથી ઘાસ ઊગી શકે. માટે જ જૈનસાધુઓ આહાર માટે ભિક્ષા લે છે તેને ‘ગોચરી’ કહે છે. (બ) ગ્રહણ એષણા : જેમ આહાર ગ્રહણ કર્યા પહેલાં આહારની શુદ્ધિઅશુદ્ધિનો ખ્યાલ કરે છે, તેમ આહાર ગ્રહણ કરતાં સમયે પણ આહારની શુદ્ધિઅશુદ્ધિનો ખ્યાલ કરે છે. (૩) પરિભોગેષણા સમિતિ : ભોજન વાપરતી વખતે ‘આ ભોજન સારું છે - નરસું છે’ એવું કહેવું નહિ. એટલે ભોજનના વખાણ પણ ન કરવા અને નિંદા-વખોડવું પણ નહિ. આહારના રસ અને સ્વાદના વારંવાર વખાણ કરવાથી રસ આસક્તિ અને રાગદ્વેષ બંનેમાં વધારો થાય છે. આહારનો ત્યાગ કરનાર તો તપસ્વી કહેવાય જ, પરંતુ જેણે આહારના સ્વાદનો ત્યાગ કર્યો છે, તે પણ મોટો તપસ્વી છે. ‘જેણે સ્વાદ જીત્યો તેણે જગત જીત્યું’ એમ જ્ઞાનીઓ કહે છે. એષણા માતા કહે છે : “તારા આત્માનો ગુણ તો અણઆહારક છે, તો તારે આહારની શી જરૂર છે? માટે હું બેટા! તારે આહાર સંજ્ઞા જીતીને આત્માને અણહારક ગુણ પ્રગટાવવાનો છે, માટે તું રસાસ્વાદમાં ખોવાઈ ન જતાં તારા ભાવમાં સ્થિર રહેજે.'. બધી ઇન્દ્રિઓ પોતપોતાના અનુભવ બુદ્ધિને આપી દે, પરંતુ કોઈ ઈન્દ્રિય પોતાનું કામ બુદ્ધિ પાસે ન કરાવે તને વૃતિ સંક્ષેપ ન ૪૯

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136