________________
sweeee
પ્રતિસંલીનતા
રમેશ કે. ગાંધી (બેંકના નિવૃત્ત મેનેજર રમેશભાઈ જૈન ધર્મના અભ્યાસુ, સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રસ ધરાવનાર જૈન જ્ઞાનસત્રમાં ભાગ લે છે.)
"एगे जिए जिया पंच, पंच जिये जिया दस । दसहा तु गिणिताएं, सव्व सत्तु जिणामहं ॥
ભાવાર્થ : એક બહિરાત્માને જીતવાથી ચાર કષાયો અને એક મનને જીતી લેવાય છે, એ પાંચને જીતવાથી પાંચ ઇન્દ્રિયો મળશી દસને જીતી લેવાય છે અને દસને જીતી લેવાથી હું સર્વ શત્રુઓને જીતી લઉં છું.
પૂ. શ્રી કેશીસ્વામીના પ્રશ્નના ઉત્તર રૂપે પૂ. શ્રી ગૌતમસ્વામીના આ પ્રત્યુત્તર છે. આ ગાથાના બીજા ચરણમાં પ્રતિસંલીનતા તપનું હાર્દ સમાયેલ છે.
તપના બાર પ્રકાર પૈકી આ બાહ્યતપનું હું અને અંતિમ તપ છે. પ્રત્યેક બાહ્યતપ ઉત્તરોત્તર વિશુદ્ધિ, આત્માની દર્શાવે છે. પ્રથમ ઉપાંગ સૂત્ર ઉવવાઈ સૂત્રમાં પ્રતિસંલીનતા તપનો અર્થવિસ્તાર આ પ્રમાણે છે
‘‘પ્રતિસંલીનતા એટલે વિષય કષાયમાં સંલીન (લીન) બનેલા ઇન્દ્રિય અને મનને પાછા વાળવા, અનુકૂળ શબ્દ શ્રવણાદિ રણ અને પ્રતિકૂળ શબ્દ શ્રવણાદિમાં દ્વેષ ન કરવો, ક્રોધના ઉદયને રોકવા. જો ક્રોધનો ઉદય થઈ જાય તો ક્રોધના ઉદયમાં ભળવું નહીં. ક્રોધાદિના ઉદયને નિષ્ફળ બનાવવો.
મનમાં આવતા અશુભ વિચરોને છોડી શુભ વિચારમાં જોડાવ. ખરાબ પરપીડાદાયી વચનો બોલવાં નહીં, સારા અને સચન બોલવનો અભ્યાસ કરવો, કાયાને સ્થિર કરવી તે પ્રતિસંલીનતા તપ છે.’
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયન ‘“તપોમાર્ગ ગતિ''માં પ્રતિસંલીનતાને સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવાનીં સાધક-આરાધકને સૂચન બોધ છે.
“દુ પ્રતિસંલીનતા તપ તેના ચાર ભેદ છે :
(૧) રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને,
-
49
33333333333
1
FR 3389838888ses
રસથી જીભને અને સ્પર્શને રોકી રાખે, ઇન્દ્રિયોના વિષયનો સંબંધ પ્રાપ્ત થતા મનને વિકારી ન કરે તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા તપ. (૨) ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસંલીનતા તપ.
(૩-૪) અસત્ય અને મિશ્રમનના યોગોનો નિગ્રહ કરી સત્ય અને વ્યવહાર મન પ્રર્વતાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તે. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્યણ કાયયોગ અને સાત કાયયોગમાંથી અશુભને છોડી અને શુભને પ્રવર્તાવે તે યોગ પ્રતિસંલીનતા તપ.
(૪) વાડી, બગીચા, ઉદ્યાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઢ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પૌષધશાળા, ખાલી કોઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભા સ્થાન, છત્રી, શાસન, વૃક્ષની નીચે એ અઢાર પ્રકારના સ્થાનમાં સ્રી, પશુ, નપુંસક ન રહેતા હોય ત્યાં એક રાત્રિ, આદિ યથોચિત કાળ રહે તે વિરકત-શયનાસન પ્રતિસંલીનતા તપ.
આમ પ્રતિસંલીનતાના ૪ ભેદ વર્ણવેલા છે.
તદુપરાંત મૂળ લેખ બા.બ્ર. પૂ. શ્રી ચૌથમલજી મહારાજસાહેબના ગ્રંથ ‘‘શ્રી નિગ્રંથ પ્રવચન’’નો અનુવાદ પૂ. શ્રી કાન્તિઋષિજી તથા બા.બ્ર. પૂ. નવિનઋષિજી મહારાજસાહેબે કરેલ છે જેમાં હું પ્રતિસંલીનતા તપ આ પ્રકારે
આલેખેલ છે.
‘સંલીનતા તપને ‘‘પ્રતિસંલીનતા'' પણ કહેવાય છે. તેના ચાર ભેદ છે. (૧) ઇન્દ્રિય પડિસંલીનતા (૨) કષાય પડિસંલીનતા (૩) યોગ પડિસંલીનતા અને (૪) શયનાસન પડિસેલીનતા.
આશ્રવના ૪ કારણો પહેલા બતાવ્યા તે પડિસેલીનતા તપ કહેવાય છે. ત્યાર બાદ પ્રત્યેકનો વિસ્તાર ઉપર જણાવ્યા મુજબ “જૈન તત્ત્વ પ્રકાશ’’ની સમાન છે એટલે પુર્નલેખન નથી કરતો.
આ રીતે પ્રતિસંલીનતા તપનું સ્વરૂપ જાણ્યા-જોયા વિના આ તપના અનુસંધાનમાં ચિંતન કરતા ઉદ્ભવેલ ભાવોની અભિવ્યક્તિ કરી જે રીતે
૫૭