Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
%e0%e0%
e0ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a જેમાં ૩૦ શિષ્યાઓ તથા ૩૦ વૈરાગી બહેનોને એકસાથે પાંચ વર્ષ અભ્યાસ કરાવ્યો જેમાં પંડિત રોશનલાલજી, નરેન્દ્રજી, પંડિત ભારીમલ શુકલા વિગેરે ૪ પંડિતો તથા પ્રોફેસરો આભ્યાસ કરાવતા હતા.
- આ રીતે દીક્ષા બાદ સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવાના આપ હિમાયતી હતા.
તપસાધના આપની એવી બેજોડ હતી કે આપની પ્રેરણાથી આપના સાનિધ્યમાં હજારો વરસીતપ થયા હતા. નાની-મોટી તપસ્યાની તો કોઈ ગણતરી જ ના હતી. આપનો પ્રભાવ એવો હતો કે કોઈ આપનો વિરોધી કાંઈ કહેવા આવે તો પણ આપના દર્શન થતાં તો તે સાવ ઢીલો પડી જતો ને દર્શન કરી ચરણ સ્પર્શ કરી વિશુદ્ધ થઈ જતો
હતો.
6% E6%જ્ઞાનધારા©©©©©©©©©©e
ઈ.સ.૧૯૬૦નું આકોલાનું ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કરી ૧૯૬૧માં હરેશભાઈ તથા જયસુખભાઈની દીક્ષા કરી, આપે શિષ્ય ન કરવા એવા નિર્ણયના કારણે બંને ભાઈઓને ગિરીશમુનિના શિષ્ય તરીકે જાહેર કર્યા. ઈ.સ. ૧૯૬૧નુ ચાતુર્માસ અમરાવતી કરી, ત્યાંથી પણ બે દીકરીઓને વૈરાગ્ય પમાડી આપે સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો. ઈ.સ. ૧૯૬૨ ધારી મુકામે આપે ત્રણ દીક્ષા કરી અને ૧૯ વરસના વરસીતપ તથા પાણી ત્યાગનું પારણું કર્યું. આ દીક્ષા ને પારણું એટલું ભવ્ય હતું કે ધારીની દીક્ષા આખા કાઠિયાવાડમાં ગાજી ઊઠી. પૂ. લલિતાબાઈ સ્વામીની પ્રેરણાથી મુંબઈથી સ્પેશિયલ ટ્રેન ધારી પારણા પ્રસંગે ગઈ હતી.
ઈ.સ. ૧૯૬૩નું ગોંડલ ચાતુર્માસ કરી અને ૧૯૬૪નું ચાતુર્માસ ઘાટકોપર કર્યું. ૧૯૬૪માં હસમુખભાઈ તથા બે બહેનોને દીક્ષાના દાન ઘાટકોપરમાં આપ્યા. ૧૯૬૫માં આપે માટુંગા ચાતુર્માસ કર્યું અને પછી આપે માટુંગામાં એક બહેનનને દીક્ષા આપી. ઈ.સ. ૧૯૬૬ની ૨૬ જાન્યુઆરીના ભવ્ય વિદાય સમારોહ થયો. મુંબઈથી વિદાય લઈ આકોલા પધાર્યા ત્યારે પૂ. ગિરીશમુનિ બંગાલથી વિહાર કરી આપની પાસે આકોલા પધાર્યા અને આપે આકોલા ઉપાશ્રયનું ઉદ્ઘાટન કર્યું. પછી અમરાવતી ચાતુર્માસ કરી. પૂ. જનકમુનિ તથા પૂ. જગદીશમુનિને અભ્યાસ અર્થે રાજસ્થાન તરફ વિહાર કરાવ્યો. પૂ. સમર્થમલજી મ.સા. પાસે પાંચ વરસ શાસ્ત્રાભ્યાસ કર્યો.
આપ પૂ. ગિરીશમુની, પૂ. હસમુખમુનિ હરીશમુનિ આમ ચારેય ઠાણાએ સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો. ફરી સૌરાષ્ટ્ર જૂનાગઢમાં ૩, ખાંભામાં ૮ દીક્ષા કરી.
આપે ૧૯ વર્ષના વરસીતપના પારણા બાદ ૯૯૯ આયંબિલ કરી જેનું પારણું ઘાટકોપર, હિંગવાલા સંઘમાં થયું. ત્યારે ૧૦૮ વરસીતપનાં પારણા ઘણા જ ધામધૂમથી ક્યાં. સાથે ઘણાં મહાસતીજીઓને પણ પોલા અમ, એકાતર ઉપવાસ વિગેરેના પારણા કરાવ્યા. પાછા આપ સૌરાષ્ટ્ર પધાર્યા. થોડા વર્ષ પછી પાછા મુંબઈ પધાર્યા. મલાડમાં નવ દીક્ષા કરી અને સાન્તાક્રુઝમાં ૩ દીક્ષા કરી. આજે ગામોગામ વિચરી આપના જીવનકાળ દરમ્યાન ૧૪૫ વ્યક્તિને સંયમ માર્ગે વાળી દીક્ષાના દાન આપ્યાં. આ એક સ્થાનકવાસી સમાજનો એક રેકોર્ડ છે. સાધુ ઘણા બનાવ્યા પણ શિષ્ય તરીકે ન સ્વીકારવા એવો આપનો વિચાર હતો. છતાં પૂ. હસમુખમુનિ, પૂ ગજેન્દ્રમુનિ અને છેલ્લે પૂ. નમ્રમુનિ આપના જ શિષ્ય બન્યા જે આજે પણ સૂર્ય-ચંદ્ર માફક ચમકી રહ્યા છે. આપે આપના પ્રાથમિક જીવનમાં પ્રબળજ્ઞાન આરાધના કરી, જેના પ્રભાવે આપે ૧૯૭૯ માં મુંબઈ-ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની સ્થાપના કરી,
જ ૧૪)
સંયમ અને ચારિત્ર પ્રત્યે આપની બલવત્ત ભાવના હતી, જેથી ચારિત્રથી પતિત થતી વ્યક્તિને આપ ચારિત્રમાં સ્થિર કરતા હતા તથા કોઈ કારણથી કોઈ પણ સંપ્રદાયની સાધ્વીને તેના ગોરાણીએ એકલી કરી મૂકી હોય તો આપ તેના વહારે ચડતા. આપ કરૂણાલ હતા. એકલી સાધવી આપઘાત કરીને મરી જશે અથવા સંસારમાં જશે, આથી દયા કરી આપ તેને સ્થિર કરી આધસ્થ કરતા હતા. અજરામર સંપ્રદાયના એક સાધ્વીની આવી જ દશા હતી. તેને વિદ્યાપીઠમાં ભણાવી પૂ. લીલમબાઈસ્વામીને તેનું ધ્યાન રાખવા કહ્યું. એક-બે શિષ્યાઓ કરી તે સાધ્વી વિચરણ કરવા લાગી. આપ ચારિત્ર જીવનનાં પૂરેપૂરા હિમાયતી હતા તે ઉદાહરણો આ વાતના પૂરક છે.
આપ જ્ઞાન, ચારિત્ર તથા સેવાવ્રતી પણ હતા. બાહ્યતાની સાથે સાથે આત્યંતર તપ માટે પણ તત્પર હતા. સાથે વીરજમુનિની રાત-દિવસ જોયા વિના સેવા કરી. વીરજમુનિ ઘાટકોપરમાં એક વખત કાદવના ખાડામાં પડી ગયા તો દોડીને ગયા, કાઢચા. કપડાં બદલાવ્યાં ને બધા કપડાં સ્વયં પોતે જ ધોયાં. નવ ગરબંધુઓની સેવા કરી. ભણનાર સાધુઓ ભણે. પોતે સેવા કરે. તેના પાતરા સાફ કરે પણ નમભાવે બધું કરે. નાના સાધુ ભણતા હોય તો તેની સેવા કરવામાં પાછી પાની નહીં. અમૃતલાલજી મ.સા.ની પણ એવી જ સેવા કરી હતી. પ્રાણ સાથે આપે ૨૫ વરસ રહ્યા ને અગ્લાન ભાવે સેવા કરી.
અધ્યત્મ સાધના : આપ બાહ્યજીવનમાં જાગૃત હતા, તેમ અધ્યાત્મ સાધનામાં પણ રત હતા. આપ પ્રતિકૂળતાના પરિવર્તન કરતા. પરિણતીના પરિવર્તનમાં અધિક જાગૃત હતા. સમિતિની સાધના કરતા કરતા આપ ગુપ્તિની સાધના માટે એકાંતવાસમાં

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 136