Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 10
________________ 33333333333333 વૈરાગ્યકાળથી જ પ્રભુ મહાવીરની ઘોર સાધાનાના સૂરો જેના કાને વારંવાર પડચા હતા તેવા આ મુનિરાજનું મન હંમેશાં તપ પ્રતિ આકર્ષિત રહેતું હતું. હવે તો સ્વાધ્યાય અને તપ એ જ એનો ખોરાક હતો. આ ખોરાકથી સાધક આત્માનું જીવન પુષ્ટ થતું હોય છે. પૂ. રતિલાલજી મ.સા. પછી ૧૯૯૨માં ઘાટવડ મુકામે તપસ્વીજી જગજીવનજી મ.સા. તથા પૂ. પ્રભાબાઈસ્વામીની દીક્ષા થઈ. ત્યાર બાદ ૧૯૯૫માં વિસાવદરમાં પૂ. નાના રિતમુનની દીક્ષા થઈ અને ૧૯૯૯માં વેરાવળમાં પૂ. જયંતમુનિની તથા બંને ચંપાબાઈ સ્વામીની દીક્ષા થઈ. પૂ. રતિલાલજી મ.સા.ના પવિત્ર પદાર્પણથી ૧૦ વરસમાં પૂ. પ્રાણગુરુને ચાર શિષ્યો મળી ગયા. ચારેય શિષ્યો બુદ્ધિશાળી, શક્તિશાળી, પ્રભાવશાળી, જ્ઞાની તથા તપોનિષ્ઠ હતા. સિંહના બાળ સિંહ જ હોય તેમ સૌરાષ્ટ્ર કેસરીના શિષ્યો કેસરી જ હતા ને છે. જ એક વખત ગુરુપ્રાણ ગોંડલ ચાતુર્માસ હતા ને તપસમ્રાટ ગોંડલથી ઘણે દૂર ચાતુર્માસાર્થે હતા. ચાતુર્માસમાં ગુરુપ્રાણ વાથી જલાઈ ગયા. પથારીવશ થઈ ગયા. સેવામાં એક નાના રિતમુનિ જ હતા. પૂ. જગજીવનજી મ.સા. અને પૂ. જયંતીલાલજી મ.સા. બનારસ અભ્યાસ અર્થે હતા. ચાતુર્માસ પૂર્ણ થયું ને બીજે જ દિવસે સવારે તપસમ્રાટે વિહાર શરૂ કર્યા. બપોરે વડિયા ને સાંજે તો ગોંડલ પહોંચી ગયા. ગોંડલ જઈ પાણી પીધું. એક દિવસમાં ૪૦-૫૦ માઈલોને વિહાર કર્યો. યુવાન છોકરાઓ સાથે હતા. બધા દોડતા હતા. છેવટે થાકી ગયા પણ ગુરુદેવ તો ચાલતા જ રહ્યા. આવા હતા ઉગ્ર વિહારી ગુરુદેવ. તપને કારણે ઘણી સિદ્ધિઓ મળી ગઈ હતી. વિહારમાં ઘણા યુવકોને આવી સિદ્ધિઓનો લાભ મળ્યો છે. ગુરુપ્રાણ તો એમના હૈયાનું હાડકું હતું. બંને ગુરુ-શિષ્યના હૃદય એક હતાં. આપની સંયમ સાધના જાગૃતિપૂર્વક આગળ વધી રહી હતી. અચાનક જીવનપરિવર્તનનું નિમિત્ત કાઈ ઘટના બની ગઈ તે છે જેનાં ચરણોમાં સર્વસ્વ સમર્પણ કર્યું, જેની આજ્ઞાને પોતાનો શ્વાસ બનાવ્યો એવા પ્રાણથી પણ પ્યારા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ વિ.સં. ૨૦૧૩ માગસર વદ તેરસ, શનિવારે બગસરા મુકામ સવારે ૭.૧૦ કલાકે કાળધર્મ પામ્યા. વીરના નિર્વાણથી ગૌતમ પણ અનરાધાર રડચા, તો ગુરુપ્રાણ વિયોગે તો આપશ્રીની શું હાલત હોય ? એ તો નજરે જોયું હોય તેને જ ખ્યાલ આવે. આપશ્રી ગુરુવિયોગ સ્વીકારવા તૈયાર જ ન હતા. ગુરુ વિના એક કદમ કેમ ચલાય? કેમ રહેવાય? આપે તો અઠ્ઠમના પચ્ચક્ખાણ કરી લીધા. હવે મારે જીવીને શું કરવું? મારે મારી જવું છે, એક જ ધૂન હતી. રાત-દિવસ આ જ વિચારામાં ખોવાયેલા હતા. ૧૨ 33333333333 14 de fer 3333333333SISIS નાના રિતમુનિ સાથે હતા. જનકભાઈ પાંચ વરસથી સાથે ભણતા હતા. વૈરાગી તરીકે બધા જ ગુરુવિયોગે નિરાધારતા અનુભવતા હતા. ગુરુવિયોગે આપનું અંતરમન ગભરાયેલું જ રહેતું હતું. આપની આંતરિક સાધના ચાલી રહી હતી. આપ હંમેશાં વહેલી સૂઈ જવું ને રાતના બે વાગ્યાથી સાધનામાં લાગી જવું. આમ એક પાછીલ રાતે પૂ. પ્રાણગુરુનો સંકેત થયો કે ‘શું તારે મરી જવું છે? પહેલાં સ્વભાવને માર પછી મરી જજે.' આ સંકેત આવતાં જ આપ સ્વભાવ પ્રતિ વિશેષ જાગૃત થઈ ગયા. શિષ્યના સ્વભાવ અને યોગ્યતાનુસાર સંકેત કરે તે ગુરુ જ નહીં પરંતુ પરમગુરુ છે. આ સંકેત પછી તો સ્વભાવ પરિવર્તનની સાધનાએ જોર પકડયું ને સ્વભાવ પરિવર્તન કરી આપે પ્રાણ પરિવારનું સુકાન સંભાળ્યું અને સંત-સતીજીના સફળ સુકાની બન્યા. ગુરુકુપાથી આપ કર્તનિષ્ઠ બન્યા. આપે પાઠશાળાના માધ્યમથી અનેકને સંસારની અસારતા સમજાવી. સંયમ માર્ગે વળી વૈરાગી બનાવ્યા. આપની પાસે આવેલ વ્યક્તિને દીક્ષા માટે તૈયાર કરવા એ તો જાણે આપના ડાબા હાથનો ખેલ હતો. વૈરાગી જનકભાઈની યોગ્યતા જાણી આપે તેને ૧૯૫૮માં ફાગણ સુદ બીજના દિવસે પાંચ બહેનો અને છઠ્ઠા જનકભાઈ એમ એક સાથે છ દીક્ષા વેરાવળ મુકામે કરી. ગુરુપ્રાણનો વિયોગ સાલતો હતો. ગુરુપ્રાણ વિના આ પ્રથમ દીક્ષા હોવાથી સૌરાષ્ટ્ર કેસરી સૌરાષ્ટ્રમાં અને ખાસ વેરાવળમાં અનેરો ઉત્સાહ હતો. દીક્ષા પ્રદાતા તરીકે આપે ખાસ બોટાદ સંપ્ર.ના પૂ. શીવલાલજી મ.સા.ને વિનંતી કરી, વેરાવળ સંઘે વિનંતી કરી અને ૭ સાધુ વેરાવળ પધાર્યા અને પૂ. શીવલાલજી મ.સા.એ દીક્ષાનો પાઠ ભણાવ્યો. ચૈત્ર સુદ પાંચમ ૧૯૫૬માં સાવરકુંડલામાં ૩ બહેનોની દીક્ષા કરી. ૧૯૫૯માં ધોરાજી - એક દીક્ષા આપે આપી. પૂ. કાન્તાબાઈ સ્વામીની ત્યાર બાદ ૧૯૬૦માં આપે વિદર્ભ જવા પ્રયાણ કર્યું. હજુ પાણીનો ત્યાગ હતો. મહારાષ્ટ્રમાં તથા મારવાડી સમાજમાં દહી-છાશનો ઉપયોગ ઓછો હોવાના કારણે છાશની પરાશ ખાટી મળતી હતી જેના કારણે આપના દાંતમાં પાયોરિયા થઈ ગયો અને દાંતમાં વેદના થઈ. આપની નિર્ણાયકત્મક શક્તિ બેજોડ હતી તેથી નક્કી કર્યા પ્રમાણે આપ કરી શક્યા હતા. ૧૯૬૦માં આપે અને પૂ. જનકમુનિ વિદર્ભ તરફ પ્રયાણ કર્યું, ત્યારે હરીશભાઈ તથા જયસુખભાઈ બે વૈરાગી ભાઈઓ સાથે હતા. 13

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 136