Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 12
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB અધિક રહેતા હતા. દર શનિવારની મૌન સાધના વર્ષોથી ચાલતી હતી. તેમાં દર વરસે ચાતુર્માસમાં ૧ મહિનો મૌન કરતા હતા અને જપ સાધના કરતા હતા જેના પ્રભાવે અનેક લબ્ધિઓ અને વચનસિદ્ધિ સહજ રીતે મળી ગઈ હતી. આપ સદા અલ્પનિદ્રા લેતા હતા તથા અપ્રમત્તભાવે કાર્યરત રહેતા હતા. આપ સ્નેહ, સંબંધ અને સ્વાદ્ આ ત્રણથી પર થવા સદા પ્રયત્નશીલ હતા. અનેક ભક્તોની વચ્ચે હોવા છતાં આપ અનંદ દુનિયામાં વિહરતા રહેતા હતા. આપ કહેતા હતા કે જતું કરવું, ગમ ખાવો અને વાદ-વિવાદ ન કરવા. નિંદાટીકાથી પર રહેવું. આ બધા આપના વિશિષ્ટ સદ્ગુણો હતા. સાધુ-સાધ્વીજીની એકતા અને સંગઠ્ઠન માટે ઈ.સ. ૧૯૯૨માં રાજકોટ સરદારનગર ઉપાશ્રયમાં ૮૪ સાધ્વીઓ અને ૭ સાધુઓનું સામુહિક ચાતુર્માસ હતું જેમાં આપ ખુદ ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણી આપતા હતા. આ ચાતુમસે જ પૂ. ભાગ્યવંતીબાઈને અંતિમ આરાધના રૂપે ૫૯ દિવસના સંથારાની આરાધના કરાવી અને આપે જ્ઞાનપંચમના દિવસથી આજીવન મૌનની ધારણા કરી. સાથે સાતે બધા અનાજમાં એક મકાઈની છૂટ રાખી. બાકી બધા અનાજનો ત્યાગ કર્યો. “વ્યક્તિનું જીવજ્ઞ સુધારે તે ગુર છે પરંતુ જીવનનો અંત સુધારે તે સર જ હોય છે.' ઈ. સ. ૧૯૯૪ વડિયામાં ફરી બીજું સામુહિક ચાતુર્માસ કર્યું. ત્યાર પછી પદ્માબાઈની દીક્ષા કરી અને ત્યાર ઈ. સ. ૧૯૯૮માં રાજકોટ રોયલ પાર્ક ઉપાશ્રયમાં સામુહિક ત્રીજું સામાયિક થયું જેમાં પાંચ સંતો અને ૭૩ સતીજીઓ હતાં. સાધ્વીજીઓ ઓરબીટ એપાર્ટ.માં અને સાધુઓ રોયલ પાર્ક ઉપાશ્રયમાં હતા. બે ટાઈમ વાંચણી - વ્યાખ્યાન વિગેરે કાર્યક્રમો ચાલતા હતા. રાજકોટ ચાતુર્માસ પૂર્ણ કરી લીધો. સાધુ-સાધ્વીજીઓને જ્યાં જવું હોય ત્યાં છૂટ કરી. પોતે રાજકોટથી વડિયા ને વડિયાથી વિસાવદર પધાર્યા. પાછા ફરતા બ્લડપ્રેશર વધી ગયું. રસ્તામાં પડી ગયા ને પાછા વડિયા પધાર્યા, ત્યાં તા. ૨૨-૧૧૯૯૮ની સાંજે પક્ષાઘાતનો ઍટેક આવ્યો. મોટું વાંકું થઈ ગયું. વડિયા કેશરકુંજમાં હતા. વૈરાગી કુંદન તથા અમિતાબાઈ વિગેરે સાધ્વીઓ સેવામાં હતાં, પણ સંજનો સમય હોવાથી ખ્યાલ ન ગયો. દૂધ પીવા બાજુમાંથી દૂધ નીકળતાં ધ્યાન ગયું કે મોટું વાંકું થઈ ગયું. તાત્કાલિક રાજકોટ એચ. પી. દોશી હોસ્પિટલમાં દાખલ કર્યા. પેરેલિસિનો એટેક આવ્યો હોવાથી પરવશ થઈ ગયા હતા છતાં આપ પૂર્ણપણે સજાગ હતા. તેઓ વારંવાર કહેતા હતા, મારે હ.....માં રહેવું નથી, મારે સંથારો કરવો છે. ૧૬) @@%69%તપ તત્ત્વ વિચાર #e86%e0%aee0%e તબિયતના સમાચાર સાંભળી પૂ. નમ્રમુનિ તુરત જ પહોંચી ગયા. પૂ. ગિરીશમુનિજી જામનગરથી ઉગ્ર વિહાર કરી ત્રીજે-ચોથે દિવસે પહોંચી ગયા. પૂ. પૂજ્યવરા સુરેન્દ્રનગર તરફથી, પૂ. ડૉ. જશુબાઈસ્વામી ભાવનગર તરફથી, પૂ. ભારતીબાઈસ્વામી અમદાવાદથી એમ ચારેય દિશામાંથી દરેક સાધુ-સાધ્વી ગરદેવની સેવા માટે રાજકોટ દોડી આવ્યાં. ડૉક્ટર ઈલાજ કરી રહ્યા હતા પણ તીવ્ર અશાતા વેદનીય કર્મનો ઉદય હોવાને કારણે કોઈ પણ દવા અસ કરી શકતી ન હતી. આપ સંથારાના ભાવમાં ઝુલતા હતા પણ ભક્તોએ ભક્તિ ભાવાવેશમાં આપની વાતનો સ્વીકાર કર્યો નહીં. આપની સેવામાં પૂ. ગિરીશમુનિ મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા. તથા પૂ. નમ્રમુનિ મ.સા. તથા ૭૦ જેટલાં સાધ્વીઓ દોશી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં, સંઘાણી ઉપાશ્રયમાં તથા નજીકના ખાલી બ્લોકોમાં સાધ્વીજીઓ હતાં. વારંવાર બધાં સાધ્વીજીઓ ગુરુ પાસે જતાં ને આરાધના સંભળાવતા હતાં. તબિયતમાં બ્લડપ્રેશર ડાઉન થતું હતું અને બધા દોડાદોડી કરતાં હતાં. ગુરૂદેવ તીવ્ર વેદના ભોગવતા હોવા છતાં સતત જાગૃત હતા. સહનશીલતાની એ મુર્તિએ મોઢેથી એક ઉહંકારો પણ બોલાવ્યો નથી. આપ આત્માભાવોમાં જ રમી રહ્યા હતા. ડૉક્ટર કાંઈ પણ કારણ આપે તો દેહથી પરે થઈ ગયા હતા. દેહદષ્ટિ છોડી આત્મભાવમાં રમી રહ્યા હતા. અસહ્ય વેદના વચ્ચે પણ અખંડ મૌન સાધના ખંડિત કરી નથી તેમ જ વેદનાની એક પણ રેખા મુખ પર વર્તાતી ન હતી. વિશાળ પરિવાર વચ્ચે પણ આપ એકલા હતા. કોઈ પણ વ્યક્તિમાં આપને રાગભાવ કે મોહભાવ ન હતો. સૌથી આપ વિરક્ત બની ગયા હતા. ગોઝારો રવિવારનો દિવસ આવ્યો ને ધબકારા ધીમા પડવા લાગ્યા. બ્લડપ્રેશર ઘટવા લાગ્યું. આપ બિછાનામાં સમાધિમાં હતા. આપના માથા તરફ ત્રણ સાધુ ને ચારે બાજુ ફરતાં સાધ્વીજીઓ હતાં. અરિહતે શરણમ્ પવજામિ”ના સતત જાપ ચાલુ હતા ત્યારે આપ સમાધિભાવમાં સ્થિર હતા. વિ.સં. ૨૦૫૪, મહા સુદ અગિયારસ, તા. ૮-૨-૧૯૯૮, રવિવારે બપોરે ૧.૩૫ કલાકે આ નશ્વરદેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. અસ્ત થયો ગોડ ગચ્છનો સૂર્ય શોક વ્યાપ્યો પ્રાણપરિવારે ગુરુ આપે આ શું કર્યું ?” આ પ્રાણપરિવારને પડતો મૂકી મહાપ્રયાણ કરી ગયા. ગુરુદેવનો દેહવિલય થતાં સૌ ઊંડા શોકમાં ડૂબી ગયા. આપના નશ્વર દેહને રોયલ પાર્કમાં લાગ્યા જ્યાં હજારો

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 136