Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વૈચારિક અને ધાર્મિક અસહિષ્ણુતા :
હાવર્ડના પ્રોફેસર હન્ટિંગટને ૧૯૯૩માં The Clash of Civilizations.' શીર્ષક નીચે એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ લેખમાં તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે - ‘વિચાર, ધર્મ અને સંસ્કૃતિની ભિન્નતા ધરાવતા દેશો વચ્ચે ક્યારે પણ સંપ, સુલેહ, શાંતિ અને સહકાર કેળવી જ નહિ શકાય.' પશ્ચિમના વિકસિત અને ખ્રિસ્તી દેશો અને મધ્ય એશિયાના મુસ્લિમ દેશો વચ્ચે વિચાર અને માન્યતાઓમાં એટલો મોટો તફાવત છે કે તે બંને ક્યારે પણ સાથે રહી નહિ શકે, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના અમેરિકા ઉપરના હુમલા પછી પશ્ચિમના દેશો અને પ્રજાનો મુસ્લિમો ઉપરનો રોષ, અણગમો ને પૂર્વગ્રહ બેહદ વધી ગયા છે. આજ પશ્ચિમમાં હન્ટિંગટનના વિચારો આદર અને સામાજિક સત્ય તરીકે સ્વીકૃત થઈ ગયા છે. પ્રતિક્રિયારૂપે મુસ્લિમોએ પશ્ચિમની સામે જેહાદી યુદ્ધ અને આતંક શરૂ કરી દીધા છે. તેમાં બીજાં રાજકારણીય તત્ત્વો ભળીને ભારતમાં અને આસપાસના દેશોમાં આતંક ફેલાવી રહ્યા છે. આ જ ધાર્મિક અસહિષ્ણુતા અને ધર્મને નામે આતંકવાદ તેની ચરમ સીમાએ પહોંચ્યો છે. આર્થિક અસમાનતા અને શોષણ :
આજ ધનવાન વધુ અને વધુ ધનવાન થતા જાય છે અને ગરીબ વધુ અને વધુ ગરીબ થતા જાય છે. એક તરફ ભારતની ૪૦% વસ્તી હજુ પણ ગરીબીની રેખા નીચે જીવે છે. બીજી તરફ વિશ્વના સૌથી વધુ ૧૦ ધનાઢ્યોમાં ૪ ભારતીય છે. આ આર્થિક અસમાનતાને કારણે અસંતોષ, લાલસા, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીમાં અસાધારણ વધારો થઈ રહ્યો છે. કુદરતી સંપત્તિ અને સાધનો ધનવાનોના અંકુશમાં છે અને તેનો ઉપયોગ ગરીબોના વધુ અને વધુ શોષણમાં થઈ રહ્યો છે. કુટુંબભાવના અને સહકારની ભાવનાનો વિચ્છેદ :
પોતાની ભૌતિક-સામગ્રીની વધતી જતી ભૂખને સંતોષવા પાછળ માણસ બીજા માટે કંઈ પણ કરવા તૈયાર નથી. માણસ વધુ ને વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રી થતો જાય છે. પોતાના નાના કુટુંબમાં બીજા માટે સ્થાન નથી. પહેલાંના સમયમાં બહોળા કુટુંબમાં સબળા-નબળા દરેક નભી જતા હતા. આજ નાના કુટુંબમાં નબળાને નભાવવા કોઈ તૈયાર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
જ્ઞાનધારા-૫
૧૫