Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ સર્વેનું નિયમન કરવાનાં સૂત્રો જેનશાસ્ત્રોમાં છે અર્થાત્ પર્યાવરણની સમસ્યાના સમ્યક ઉપાય માટેનાં સૂત્રો નીચે પ્રમાણે છે :
(૧) અહિંસા સૂત્ર - જેનો આધાર છે “Reverence for life' પંડિત સુખલાલજીના શબ્દમાં આત્મૌપમ્ય - દરેક જીવને આત્મ તુલ્ય સમજો.
(૨) સર્વજીવોનું રક્ષણ કરો - જીવો અને જીવવા દો.
(૩) જયણા - કોઈ પણ વસ્તુનો અનાવશ્યક ઉપભોગ ન કરો. જેમ કે - વીજળી - લાઇટ, પંખા વગર-જરૂરિયાતે ચાલુ ન કરો.
(૪) સંયમ અને તપનું આચરણ - મનની તૃષ્ણા અનંત છે, તેને નિયંત્રિત કરો - એ જ મહાવીરનું અહિંસાદર્શન છે.
(૪) ભૌતિકવાદની આંધળી દોટ - લોભવૃત્તિ - પરિગ્રહત્યાગ ભય અને હિંસા પરિગ્રહમાંથી જન્મ લે છે. આપણે જો અભય થવું હોય તો અપરિગ્રહી બનવા માટે પહેલો પ્રયત્ન કરવો પડશે, માનસિક પર્યાવરણની જાળવણી, કષાયમુક્તિ દ્વારા થાય છે.
જૈનદર્શનમાં ઇરિયાવહી'નું મહત્ત્વ છે. કોઈ પ્રત્યે હિંસક કે દૂર વર્તન થઈ જાય તો ક્ષમા માગવાનું કહ્યું છે. ક્ષમા સાથે મૈત્રી જોડાયેલી છે. ઉત્તરાધ્યાયન સૂત્રમાં કહ્યું છે - “બધા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો એ જ પ્રેમ છે, અહિંસા છે, બધાના અસ્તિત્વનો સ્વીકાર છે.”
મહાવીરનું અર્થશાસ્ત્ર આધ્યાત્મિક અને ભૌતિક મૂલ્યોની સાપેક્ષ સ્વીકૃતિ છે સાધનશુદ્ધિ અને ઉપભોગની મર્યાદાને તેમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ, જૈન ધર્મ પ્રમાણે ઈચ્છાઓનું નિયંત્રણ એ સંયમની આવશ્યકતા દરેક ક્ષેત્રમાં જરૂરી છે.
જૈનદર્શન ઉપભોગની સીમાનું સૂત્ર અને નૈતિકતાની આચારસંહિતા આપી સત્યાઘેગ્રાહી દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો છે. જેનદર્શન આત્મવાદી હોવા છતાં એમાં સમષ્ટિના કલ્યાણનાં સૂત્રો છે. પર્યાવરણ સંદર્ભમાં જૈનદર્શન સમસ્યાના ઉકેલ માટેના સમ્યફ ઉપાય સૂચવે છે. વર્તમાન સંદર્ભમાં જૈન ધર્મ પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક બની શકે. આમ, જૈન ધર્મનું યોગદાન પર્યાવરણ વિજ્ઞાનના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ છે.
F
O
(જ્ઞાનધારા - SSSSB ૧૦૪ GEET જેન સાહિત્ય જ્ઞાનસત્ર-)