Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 127
________________ ૨૩૩ જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે લે. ગુણવંત બરવાળિયા જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે સાથે સાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે, એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખ્યાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મ સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે, જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવન-શૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમ વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તા વૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે - “ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો, એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે - “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે, આ દરેકને સ્વતંત્ર સત્તા છે, તેઓ કોઈકના માટે નથી બન્યા. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈનદર્શને ઊંડું ચિંતન કર્યું છે. પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ - આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકોનું પરસ્પર સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. જૈન ધર્મ એક સજીવ તત્ત્વ રૂપે સ્વીકારે છે, તેમાં અપકાયના સ્થાવરજીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર-જીવો (જ્ઞાનધારા-SEEલ ૧૧૮ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134