Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 125
________________ સુરક્ષાત્મક કવચ તૂટી રહ્યું છે. પરિસ્થિતિ દિવસે દિવસે ન સુલઝાવી શકાય તેવી ગંભીર બની રહી છે. સૂર્યનો સીધો તાપ માનવીને કેટલા ય રોગો અને મૃત્યુની ભેટ આપશે. આ માટે વૃક્ષો કાપવાં ન જોઈએ. તેની યોગ્ય જાળવણી કરી. પર્યાવરણ સમતુલા જાળવી શકાય. આ માટે જૈન ધર્મ એ બાબતો પર ભાર આપે જ છે. લોકો તેનું મહત્ત્વ સમજી એ રીતે જીવવા કટિબદ્ધ બને. વૃક્ષોનું નિકંદન કાઢવાનું બંધ કરી તેનું જતન કરશે તો જ પર્યાવરણ બચશે. ૪. ખનીજ સંપત્તિનો બેફામ વપરાશ રોકવો જરૂરી : જૈન ધર્મ બિનજરૂરી હિંસા કરવામાં કર્મબંધન માને છે. જ્યાં જેટલી જરૂરિયાત હોય તેટલી વસ્તુનો ઉપયોગ કરવો, અન્યથા સંયમ જાળવવો. આજે માનવીને સગવડ જોઈએ છે. આથી શ્રમને પ્રાધાન્ય અપાતું નથી. દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. આથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે ખનીજ સંપત્તિ વધારે પ્રમાણમાં વપરાવા લાગી છે. જે ખનીજ સંપત્તિ હજારો વર્ષ સુધી ચાલે તેમ હતી, તે થોડાં વર્ષોમાં ખતમ થઈ જશે તેમ લાગે છે. આજે માનવીને સાવ નજીક જવું હોય તો પણ સ્કૂટર જ જોઈએ, સાઈકલ ચલાવવામાં શ્રમ પડે. વળી બીજા કહે કે - જો પેલો ભાઈ સાઈકલ ચલાવે. આમ, સ્ટેટસ જળવાઈ નહિ તેમ માની, સાઈકલ તો બહુ ઓછા લોકો જ ચલાવે છે. જૈન ધર્મ ખનીજ સંપત્તિના વપરાશમાં હિંસા માને છે. આથી જેમ બને તેમ ખનીજ સંપત્તિનો ઉપયોગ ઘટાડવો, શ્રમને મહત્ત્વ આપવું, બિનજરૂરી વપરાશ રોકવો. પ. ઇચ્છાઓનો વિરોધ કરી જીવનમાં સંતોષને મહત્ત્વનું સ્થાન આપવું જરૂરી ઇચ્છાઓની અસીમિતતા, ગમે તેટલું મળે પણ તૃપ્તિનો અભાવ, વધુ ને વધુ મેળવવાની મહત્ત્વાકાંક્ષા અને ભોગમાં અપાર આસક્તિએ માનવને ક્યાંયનો નથી રહેવા દીધો. ઈચ્છાઓની અસીમિતતા, અતૃપ્તિ, આસક્તિ અને વધુ પડતા મહત્ત્વાકાંક્ષી હોવાને કારણે આજનો માનવી માનવી મટી યંત્ર બની ગયો છે. તે ઇચ્છાઓ વધારે છે અને પછી તેને પરિપૂર્ણ કરવામાં જ રચ્યોપચ્યો રહે છે. આને કારણે માનવી જીવસૃષ્ટિ સાથે અન્યાય અને અત્યાચાર કરી રહ્યો છે. વિકાસનાં કૃત્રિમ સાધનોનો પ્રકૃતિ સાથે અન્યાયપૂર્ણ અને ક્રૂર રીતે સમન્વય કરીને માનવીએ ક્રૂરતાની તમામ સીમા વટાવી દીધી છે. જેને કારણે જ પર્યાવરણ પ્રદુષિત બન્યું છે. એ માટે દરેક બાબતમાં સંયમ હોવો જરૂરી બન્યો છે. આથી સંયમની (જ્ઞાનધારા - SEલ ૧૧૬SES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫)

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134