Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 124
________________ માનવાને બદલે મોજ-શોખની વસ્તુઓનો પણ બેફામ ભોગવટો થવા લાગ્યો છે, જેથી પર્યાવરણ પર સીધી અસર પડે છે. આ માટે દરેક બાબતમાં સંયમનું મહત્ત્વ સમજાય, સંયમ જાળવે અને સંયમ દ્વારા જીવન જીવે તો પર્યાવરણ સંતુલિત રહેશે જ તેમાં કોઈ શંકા નથી. તપ કરવાથી ઇચ્છાઓ ઘટે છે અને ઇચ્છાઓ પર બ્રેક એ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી બન્યું છે. આવશ્યક ચીજો વાપરવામાં સંયમ રાખવો અને અનાવશ્યક ચીજોનો ઉપયોગ સદંતર બંધ કરવો એ તપધર્મનું પાલન છે. ઈચ્છાઓ પર સંયમ એ પણ તપ જ છે. આમ, તપધર્મનું મહત્ત્વ લોકો સમજે, સમજી તે પ્રમાણે વર્તે તો પર્યાવરણ બચી શકે. ૨. અણુબોમ્બ - પરમાણુબોમ્બનાં પરીક્ષણો બંધ કરવા જરૂરી : જૈન ધર્મ અહિંસામાં જ સમાયેલો છે. આથી અણુબૉમ્બ અને પરમાણુ બૉમ્બને તેનો કદી ટેકો ન હોઈ શકે. આજે વિશ્વના દરેક દેશો સુરક્ષાના બહાના હેઠળ અણુબૉમ્બ અને પરમાણુ બોમ્બ બનાવે છે, તેનાં જુદી જુદી રીતે પરીક્ષણો કરે છે, જેનાથી ઉત્તરોત્તર ગરમી વધતી જાય છે. વળી વિસ્ફોટોને કારણે વાતાવરણમાં જે રાસાયણિક તત્ત્વો ફેલાય છે, તેને કારણે કેટલાય જીવલેણ, ગંભીર અસહ્ય અને કદી સાંભળ્યા ન હોય તેવા રોગો ઉદ્ભવ્યા છે. વાતાવરણ સાવ અસંતુલિત થતું જાય છે. ક્યાંક અસહ્ય ગરમી તો ક્યાંક અસહ્ય ઠંડી જોવા મળે છે. ઋતુઓના કોઈ ઠેકાણાં રહ્યાં નથી. ભરઉનાળે ક્યાંક ધોધમાર વરસાદ વરસે તો ક્યાંક બરફનું તાંડવ જોવા મળે છે. વળી અતિ ગરમી - ઠંડીને કારણે બરફના પહાડો પીગળવા લાગ્યા છે, જેનું પાણી વધતાં સમુદ્રની સપાટી વધી છે, જે ભવિષ્યમાં જીવલેણ બનશે. આમ, શક્ય ત્યારે જ બને જ્યારે લોકો અહિંસાનું મહત્ત્વ સમજે, માણસ માણસને ઓળખી તેના જીવની રક્ષા કરવા માટે કટિબદ્ધ બને અને દરેકના જીવનમાં તેમ જ વિચારસરણીમાં ધરમૂળથી પરિવર્તન આવે. જૈન ધર્મ આ બાબતને બધી રીતે ઉપયોગી થઈ શકે છે. 3. વૃક્ષોની અંધાધૂંધ કાપણીને કારણે પર્યાવરણમાં અસંતુલન : જૈન ધર્મ વનસ્પતિમાં જીવ માને છે, તેથી તેને કાપવામાં કે તેનો આડેધડ નાશ કરવામાં પાપ સમજે છે. પરંતુ આજે જ્યાં જુઓ ત્યાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં સિમેન્ટનાં જંગલો ખડકાઈ ગયાં છે. વૃક્ષો ઓછાં થવાને કારણે કાર્બન મોનોકસાઈડ જેવા ઝેરી વાયુનું પ્રમાણ પૃથ્વી પર વધી રહ્યું છે. જેને કારણે ઓઝોનનું (જ્ઞાનધારા - Sલ ૧૧૫ છું જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134