Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 128
________________ તેમ જ ત્રસકાયના - એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર-જીવોની હિંસા થાય છે. ઈરાન-ઇરાકના ખાડીયુદ્ધના તેલ-કચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું, પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, ઉપરાંત માનવજાતે પણ ખૂબ જ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે. | હિરોશિમા-નાગાસાકી પર થયેલા બૉમ્બવિસ્ફોટને કારણે તાપમાન (ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (આલ્ફા, બીટા, ગામ) રેડીએશનને કારણે કેન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ, જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને એ અસરથી લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યા. અમેરિકાની સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધમાર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું છે. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપયોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લેન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહિ, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે. આઇસ્ક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જ્હોન રોબિન્સે લખેલા પુસ્તક “ડાયેટ ફોર ન્યુ અમેરિકામાં જણાવ્યું છે કે - માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્વ્યય થાય છે, તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉભવી છે.” લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચીસસો ગેલન પાણી અને એક ગેલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે, તેટલું પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં (જ્ઞાનધારા -૫ ===ી ૧૧૯ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134