Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 119
________________ જૈન ધર્મના સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણમાં માનવજાતનો ફાળો: (૧) પદાર્થો મર્યાદિત છે અને ઈચ્છાઓ અસીમ છે, પદાર્થની અધિકમાત્રામાં સંગ્રહ કરવાથી આપણે ખરેખર હિંસાનો આશરો લઈ રહ્યા છીએ. (૨) ૧. ઉપયોગની મર્યાદા, ૨. પદાર્થના સંગ્રહની મર્યાદા ૩. ઈચ્છાઓનું પરિમાણ - આ ત્રણે વસ્તુને સાંપ્રત સમાજમાં સાંકળી લઈએ તો અનેકવિધ સમસ્યાઓ હલ થઈ શકશે. (૩) અહિંસા, અપરિગ્રહ, સંયમ અને સહકારભર્યો જીવન-વ્યવહાર અપનાવવાથી પર્યાવરણ સંતુલનની વાત સાર્થક થશે. (૪) પર્યાવરણની સુરક્ષા, કાળજી અને વૃદ્ધિ માટે અહિંસક જીવન-શૈલી અપનાવવી અનિવાર્ય છે. (૫) ઈલેક્ટ્રિક ઉપકરણો, વાહન-વ્યવહારનો ઉપયોગ જરૂરિયાત પૂરતાં જ રાખો. હિંસા આધ્યાત્મિક દૃષ્ટિએ જેટલી અનિચ્છનીય તેટલી પર્યાવરણની દૃષ્ટિએ પણ અનિચ્છનીય, આસક્તિ કે મમત્વ ઘટાડો. (૬) પોતાની જરૂરિયાત નિમ્ન સ્તરે લઈ જવી. આ વસુંધરાની અખૂટ સંપત્તિના નિરર્થક વ્યય પર અંકુશ, પ્રાકૃતિક વસ્તુનો ખપ પૂરતો ઉપયોગ, જરાપણ બગાડ નહિ, સંપૂર્ણ શાકાહારી ભોજન જે સાત્ત્વિક હોય. (૭) દરેક જીવો પ્રત્યે શુભત્વ અને કલ્યાણની ઉમદા ભાવના. (૮) વિજ્ઞાન સહુથી વધુ ધર્મનું ઋણી છે ધર્મ પર આશ્રિત છે. (૯) અહિંસક પ્રવૃત્તિ જેમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનો સમાવેશ. (૧૦) સંપૂર્ણ શાકાહારી ભોજન જે સાત્ત્વિક હોય. : જ્ઞાનધારા - SSS ૧૧૦ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134