Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 77
________________ જૈન ધર્મનો બીજો મહત્ત્વનો સિદ્ધાંત અહિંસા. જૈન ધર્મો અહિંસાનો વિચાર બહુ સૂક્ષ્મતાથી કર્યો છે. માત્ર મનુષ્યો સાથે નહિ, મનુષ્યેતર પ્રાણીઓ અને વનસ્પતિ સાથે પણ પ્રેમ અને આત્મીયતા રાખવાનું કહે છે. મહાવીર સ્વામી જણાવે છે કે “સૌની અંદર એક જ આત્મા છે, તેથી આપણી જેમ જ બધાંને પોતાના પ્રાણ વહાલા છે, એવું માનીને, ડરના માર્યા કે વેરથી પ્રેરિત થઈ કોઈ પ્રાણીની મન, વચન કે કાયાથી હિંસા ન કરો.” વિશેષમાં તે જણાવે છે કે - “તમે જેવો ભાવ તમારા પ્રત્યે રાખો છો તેવો બધાં પ્રાણીઓ પ્રત્યે રાખો.’’ - ગાંધીજી સંસારત્યાગના હિમાયતી નહોતા, તે તો સંસારમાં રહી લોકહિતની પ્રવૃત્તિઓ કરતાં કરતાં આત્મશુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગે જેટલા આગળ વધાય તેટલું આગળ વધવામાં માનતા હતા. તેથી જાહેર જીવનમાં પડ્યા પછી તે એવા સિદ્ધાંતોની શોધમાં હતા, જે એકબાજુથી એમને વ્યાપક જનહિતની પ્રવૃત્તિઓમાં રત રહેવાની પ્રેરણા આપે, અને બીજીબાજુથી આત્મસાક્ષાત્કારનું પરમ લક્ષ ક્ષણભર પણ ન ભૂલવા દે. આવા વ્યવહારુ આદર્શોની પ્રેરણા એમને મુખ્યત્વે મહાભારત, ગીતા અને ઇશોપનિષદમાંથી મળી. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ એ બંને બહારના ધર્મો હોવા છતાં ઘણા લાંબા સમયથી ભારતમાં ઠીક ઠીક વ્યાપેલા છે. સંજોગવશાત્ આ બંને ધર્મો વિશે ગાંધીજીના મનમાં બાળપણમાં ઊલટી અસર પડેલી, પરંતુ મોટી ઉંમરે એ ધર્મોના શાસ્ત્રોના અધ્યયનથી અને એમના કેટલાક સાચા અનુયાયીઓના સહવાસથી એમના વિચારો બદલાયા હતા; અને એ બંને ધર્મોમાંથી ઘણું શીખવા જેવું છે એમ એમને લાગ્યું હતું. જ્ઞાનધારા-૫ EEEEEEE જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134