Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
માટે પ્રેરિત કરતો હોવાથી અહિંસા અને અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે. જ્યારે સામાજિક સ્તરે પણ અહિંસક-જીવન-પદ્ધતિને અપનાવવામાં ભાર મૂકવામાં આવ્યો છે. એમાં એક ઉદ્દેશ્ય પર્યાવરણના સંતુલન, સંરક્ષણ અને સંવર્ધનનો પણ છે, કારણ કે સૃષ્ટિમાં તમામ જીવનું અસ્તિત્વ સંકળાયેલું છે.
તત્ત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિ કહે છે : “પરસ્પરોપ ગ્રહો જીવાનામ્” જો કે સંપૂર્ણપણે શુદ્ધ અહિંસક પદ્ધતિની જીવનચર્યા કદાચ સંભવ ન થઈ શકે અથવા અતિ મુશ્કેલ હોય તો પણ અહિંસક જીવન પદ્ધતિ વગર પર્યાવરણની જાળવણી શક્ય નથી એ તો હકીકત છે.
જૈન ધર્મ તો એમ કહે છે કે - “આ બધા જીવને પણ સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે. માટે એમની સુરક્ષા જરૂરી છે, તેમની સાથે એકાત્મકતા અનુભવો.' આ વાતને અહિંસાના સિદ્ધાંતની સાથે સાથે પર્યાવરણના સંદર્ભમાં જોવાનો સમય પાકી ગયો. તો જ જગતને નવો પ્રકાશ સાંપડશે.
અહિંસક જીવન-પદ્ધતિને અહિંસક સમાજ-વ્યવસ્થા અને અહિંસક વલણ દ્વારા જ સહુને સમાન અસ્તિત્વ, સહ અસ્તિત્વ અને સમાન પૂર્ણ જીવનની ખાતરી આપી શકાય. “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પૂછવામાં આવે છે કે – “કંઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે સૂવું, જેથી નિષેધાત્મક ઊર્જા - પાપકર્મો સંગૃહીત ન થાય.” ત્યાં જવાબમાં જીવન-પદ્ધતિ માટે એક સરસ શબ્દ વાપરવામાં આવ્યો છે.. “યતના, જયણા !' અર્થાત્ એવી જીવન-પદ્ધતિ કે જેના દ્વારા અન્યને પીડા ન પહોંચે. જતનાથી જ બધી પ્રવૃત્તિ કરીએ તો પર્યાવરણનો ભય ખોરવાય નહિ ને જીવનમાં પ્રલય આવે નહિ. પછી તો પાણી બચાવો”, “વૃક્ષ બચાવો', “કુદરત બચાવો'નાં સૂત્રો જીવનમાં જ વણાઈ જશે. આડેધડ કપાતાં જંગલોની જીવવૃષ્ટિ બચતાં પર્યાવરણની જાળવણી આપોઆપ થશે.
જૈન ધર્મમાં સંપૂર્ણ સાધકજીવન માટે તો અહિંસા-અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે, પણ ગૃહસ્થજીવનમાં કે જ્યાં આંશિક સાધના કરી શકાય છે ત્યાં પણ જીવન-પદ્ધતિને તો અહિંસા અને અપરિગ્રહવાળી જ બતાવવામાં આવી છે. (જ્ઞાનધારા - SYS S ૯૬ SIS જન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)