Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 110
________________ સર્વસામાન્ય ધર્મ વર્ણવતાં કહે છે - ધર્મ તત્ત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને, જે સિદ્ધાંત સકલનો સાર સર્વમાન્ય. સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ, પુષ્પપાંખડી જયાં દુભાય, જિનવરની ત્યાં નહિ આશા, સર્વજીવનું ઇચ્છો સુખ, મહાવીરની છે શિક્ષા મુખ્ય, ધર્મસકળનું એ શુભ મૂળ એ વિણ ધર્મ સદા પ્રતિકૂળ મહાવીર વાણીનો સૌથી પ્રાચીન ગ્રંથ છે “આયારો - દ્વાદશાંગી'નું પ્રથમ અંગસૂત્ર આચારાંગ, જેમાં જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો મર્મ સાથે, સુસંવાદી રીતે રજૂ થયા છે અને જેમાં જીવન-વ્યવહારની અને અધ્યાત્મની એકરૂપતા પ્રબોધી છે. એના પહેલા અધ્યયનમાં ઠાંસી ઠાંસીને પર્યાવરણ વિજ્ઞાન ભર્યું છે. આ અધ્યયન છે “સત્યા પરિશ્નો - “શસ્ત્રપરિજ્ઞા' કદાચ પર્યાવરણ સંતુલન સંબંધિત સમસ્યાના ઉકેલમાં આનાથી વધારે મહત્ત્વપૂર્ણ કોઈ સંદેશ હોઈ શકે નહિ. મુનિશ્રી સંતબાલજીના શબ્દોમાં - “જીવનવ્યવહાર અને આધ્યાત્મિકતા ભિન્ન ભિન્ન ન હોઈ શકે તે વાતની આચારાંગ સાક્ષી આપે છે.” હિંસા અને મમત્વનો ત્યાગ એ આચારાંગ પ્રણીત જીવનશાંતિનું મૂળ એ બે તત્ત્વોમાં છે. આચારાંગના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞાતામાં અહિંસા વિશે સમજાવતા છકાયના જીવોની સૃષ્ટિનું વર્ણન કરી તેના પ્રત્યે નિર્દોષ વ્યવહારનું નિર્દેશન કર્યું છે. આ ષડજીવની કાયનો સિદ્ધાંત પર્યાવરણ વિજ્ઞાનનો મહત્ત્વનો સિદ્ધાંત છે. આ સંસારમાં પૃથક પૃથક સર્વ સ્થળે ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રાણીઓ વસે છે. તેમને પરિતાપ ન થાય, પણ તે સુખપૂર્વક જીવી શકે તેવું સંયમી જીવન જીવવાનું કહ્યું છે. આ સિદ્ધાંતને વિજ્ઞાનમાં Preservation of bio-diversiy' કહે છે જે પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી છે. નાનાં-મોટાં બધાં પ્રાણીઓમાં ચૈતન્ય છે, માટે સહુ પ્રત્યે અનુકંપા રાખી પ્રેમનો પ્રવાહ અખંડ રાખવો. અહિંસાનું આવું સૂક્ષ્મ-વિશ્લેષણ કદાચ જૈનદર્શન સિવાય ક્યાં ય જોવા નહિ મળે. પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયના જીવોનું વર્ણન કરી છકાયના જીવોને અભયદાન દેવાનો મંત્ર આપતા મહાવીરે ૧૧. શ્રીમદ્ રાજચંદ્ર - પદ તત્ત્વજ્ઞાન ૧૨. શ્રીમદ્ રાજચંદ્ર - અમૂલ્ય તત્ત્વવિચાર (પદ) (જ્ઞાનધારા -૫ ====ી ૧૦૧ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134