Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન
લે. શ્રીમતી રતન છાડવા | “અસ્તિત્વના અંત તરફ ધસી રહેલું વિશ્વ ! ઓઝોનમાં ગાબડું, સો વર્ષ જ ચાલશે પેટ્રોલનો જથ્થો, કુદરતી સંપત્તિનો બેફામ દૂરુપયોગ, પાણીના જળભંડારોની ઘટતી સપાટી, વધતા તાપમાનથી ઓગળતાં હિમશિખરો..” આવા અનેક પ્રશ્નોએ પર્યાવરણ શાસ્ત્રીઓની ઊંઘ હરામ કરી દીધી છે.
સમગ્ર વિશ્વના માનવોને મૂંઝવતો પ્રશ્ન છે પર્યાવરણ અને એને માટે જવાબદાર માનવી પોતે જ છે. આજ માનવી એ ભૂલી ગયો છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનું જગત છે, તો તેનું અસ્તિત્વ છે. માનવી એકલો જીવી શકે નહિ. પ્રભુ મહાવીરે આ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેથી જ તેમણે કહ્યું : “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાંની એ સ્વતંત્ર સત્તા છે તે મનુષ્ય માટે નથી બન્યા.” મહાવીરે લોકોને જીવો અને જીવવા દો.” તેમ જ “અહિંસા પરમો ધર્મ' સૂત્રો આપ્યાં.
વર્તમાન યુગમાં માનવી બધાં જ તત્ત્વો સાથે મનફાવે તેવો વ્યવહાર કરે છે અને પ્રાકૃતિક સ્રોતનો નાશ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આજનો ભણેલો માનવી કુદરતે આપેલી તમામ નિસર્ગ ભેટને સાચવવાને બદલે તેમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અંતરાય ઊભો કરી રહ્યો છે. વનસ્પતિ જીવોની પણ રક્ષા કરવાને બદલે તેનું નિકંદન કાઢી રહ્યો છે. ઉપભોગ-વાદમાં સુખ માણતાં માનવીએ પર્યાવરણની સમતુલા ખોરવીને પોતાના જીવન જીવવાનો લય પણ ખોરવી નાખ્યો છે. જેને કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાતું ગયું છે. વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફારથી ભારત, દુબઈ કે અમેરિકા કોઈ બાકાત નથી.
આજે વિશ્વમાં અનેક રીતે અસંતુલન આવી ગયું છે. એનું એક કારણ પૃથ્વીનું વધારે પડતું દોહન છે, તો યુદ્ધ અને પર્યાવરણ પણ મુખ્ય છે. આજે ઉપભોગવાદના કારણે માનવી વધુ ને વધુ મેળવવા માટે પૃથ્વીનું દોહન કરી રહ્યો છે. પેટ્રોલ, કોલસો, ખનીજ પદાર્થ મેળવવા માટે વધુ દોહનથી પૃથ્વીના ભંડાર જ ખાલી નથી થઈ જતાં, પરંતુ પ્રકૃતિમાં પણ અસંતુલનતા આવી રહી છે. તેવી જ રીતે પાણીનો વધુ વપરાશ જળભંડાર ( જ્ઞાનધારા - SEE ૯૪ %ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)