Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 106
________________ જૈન ધર્મમાં સામાજિક ક્ષેત્રે પર્યાવરણની જાળવણી અને સંતુલન માટે ગૃહસ્થ વર્ગને જે માર્ગદર્શન આપ્યું છે, એ ખરેખર અભુત છે. દરેક માણસને આજીવિકાની આવશ્યકતા રહે છે. જીવનયાપન માટે આર્થિક પાસું અતિ મહત્ત્વનું છે. માણસો એ માટે વાણિજ્ય-વ્યવસાયનો સહારો લેવાના જ. ગૃહસ્થ જીવનના શ્રાવક ધર્મના બાર વ્રતોમાં સાતમા ભોગોપભોગ વિરમણ વ્રતની વિશદ વિવેચના પંદર પ્રકારની વ્યાવસાયિક હિંસા કે જે પર્યાવરણનું સંતુલન ખોરવી નાખે છે, પર્યાવરણમાં પ્રદૂષણનો વધારો કરે છે, જે પંદર કર્માદાનના નામે એ પંદર પ્રકારના ધંધાઓ છે. શ્રાવકો બાર વ્રત આદરી શક્ય એટલી હિંસા ઓછી કરી પર્યાવરણની જાળવણી કરી શકે છે, તેમ જ મૂચ્છનું અલ્પીકરણ કરી “અપરિગ્રહ પરમો ધર્મ'માની પર્યાવરણની રક્ષા કરવાની જાગરુકતા કેળવી શકે છે. વળી, જીવની સાથે અજીવનો સંયમ આગમ જ દર્શાવી શકે. સર્વ અજીવ વસ્તુને પણ જતનાથી લેવી, મૂકવી, વાપરવી. આમાં જાણે કે હવા, પાણી, ધ્વનિ વગેરે પ્રદૂષણથી ખોરવાતાં પર્યાવરણને બચાવવાની વાત અનાયાસે સિદ્ધ થઈ જાય છે. અષ્ટપ્રવચનમાતાની વાતમાં એટલે સ્થૂલ પર્યાવરણ સાથે માનસિક પર્યાવરણની શદ્ધિની વાતો પણ ગૂંથી લીધી છે. કચરો, મળમૂત્ર, લીંટ વગેરે અશુચિ પરઠવાની વાત છે. નાની છતાં સ્વચ્છતાની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે. કરવું, કરાવવું અને અનુમોદના કરવી એમ ત્રણ પ્રકારની હિંસાથી બચવાની વાત જૈન ધર્મનો સિદ્ધાંત જ બતાવી શકે. પર પ્રાણીની પોતાના હાથે કતલ કરનાર, હોટલમાં બેસી માંસાહારી વાનગી ખાનાર, મત્સ્ય ઉદ્યોગ જેવી કંપનીના શેર ખરીદનાર બધા જ પર્યાવરણના સરખા દુશ્મનો છે. - પર્યાવરણની અવધારણા સ્પષ્ટ કરતાં અમેરિકી રાષ્ટ્રીય વિજ્ઞાન એકાદમીએ ૧૯૬૬માં કહ્યું હતું કે - “વાયુ, પાણી, માટી, વનસ્પતિ, વૃક્ષ વગેરે પશુ મળીને પર્યાવરણ કે વાતાવરણની રચના કરે છે. આ બધા ઘટકો પારસ્પરિક સંતુલન બનાવી રાખવા માટે એકબીજાને પ્રભાવિત કરે છે અને આને જ પરિસ્થિતિ વિજ્ઞાન સંબંધી સંતુલન' કહે છે. જૈન ધર્મ સ્પષ્ટપણે માને છે કે અને આ એક સર્વ સ્વીકૃત વાસ્તવિકતા છે કે - “પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણની કાળજી, પર્યાવરણની વૃદ્ધિ આ બધાનો આધાર માણસના વલણ ઉપર રહે છે. માણસનું વલણ જો જ્ઞાનધારા - ËSSSSSB ૯૦ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫)

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134