Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સર્વધર્મસમભાવ માટેની આવશ્યકતાઃ
વિનોબાજી કહે છે - “સર્વધર્મસમભાવ માટે હું ચાર વસ્તુ આવશ્યક માનું છું એક છે સ્વધર્મનિષ્ઠા, બીજી બીજા ધર્મ માટે આદર, ત્રીજી સર્વધર્મ-સુધાર, જેના વગર મનુષ્ય આગળ વધતો નથી અને ચોથી વાત છે અધર્મનો વિરોધ.”
ધર્મ આપણા ચતુર્વિધ સખા છે. આપણા વ્યક્તિગત, સામાજિક, ઐહિક ને પારલૌકિક જીવનમાં તે મિત્રનું કાર્ય કરે છે. ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે ધારળાત્ ધર્મ' સહુને ધારણ કરે છે, તે ધર્મ છે. એમ કહેવાયું છે કે - ‘ધારયતિ કૃતિ ધર્મ:' - સહુનું પોષણ કરે છે તે ધર્મ છે.
८
બધા ધર્મો માટે મમભાવ :
વિનોબાજી તો એટલે સુધી કહે છે કે “બધા ધર્મો પાછળના મૂળભૂત વિચારો આપણે ગ્રહણ કરી લેવાના છે. બધા ધર્મો પ્રત્યે સમભાવ જ નહિ, મમભાવ અનુભવવાનો છે.''૯
-
‘સેક્યુલરીઝમ’નો અર્થ ધર્મવિહીનતા નહિ પણ પરિશુદ્ધ ધર્મભાવના, ધર્મ-પરામુખતા નહિ પણ બધા ધર્મો માટે પોતીકાપણાનો ભાવ.
૧૦
બધા ધર્મોમાં, બધા પંથોમાં સત્યના જે જે અંશ છે, તે ગ્રહણ કરી લેવા. આપણે સત્યગ્રાહી સત્યને ગ્રહણ કરી લેનારા બનવું.૧૧ અને વિનોબાજી તો ઉમેરે છે કે - મારી નજરે મહાવીર સમન્વયાચાર્ય છે.’૧૨ આજે ધર્મ ત્રિવિધ કેદમાં :
ધર્મ આજે ત્રિવિધ કેદમાં પુરાયો છે - (૧) ધર્મ સંસ્થામાં (૨) ધર્મ સંસ્થાના પુરોહિતોના હાથમાં (૩) મંદિર, મસ્જિદ, ચર્ચમાં. આપણે
૮. વિનોબા ભાવે, ધરમ બધા આપણા, ઉપિરવત્, પૃ. ૭.
૯. વિનોબા ભાવે, ધરમ બધા આપણા, ઉપપરવત્, પૃ. ૧૩.
૧૦. ઉપરિવત્, પૃ. ૧૬.
૧૧. એજન, પૃ. ૨૭.
૧૨. એજન, પૃ. ૬૭.
જ્ઞાનધારા -૫ EEEEE જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫