Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 88
________________ મંડળી, ગ્રામપંચાયત, ખેડૂતમંડળ, ગોપાલક મંડળ જેવી સંસ્થાઓની રચનાની પ્રેરણા તથા માર્ગદર્શન મળેલા. તેમાં વ્રતબદ્ધ કાર્યકરોને સાથે જોડેલા ને આમજીવનના સર્વાગી ક્ષેત્રમાં સત્ય - અહિંસાલક્ષી વિશ્વ દૃષ્ટિની નીતિનો અમલ કરવા ધર્મમય સમાજરચનાનું કાર્ય ચાલુ થયેલ. આ ૨૦૦ ગામમાં પોતે સતત સંસ્થાના કાર્યકરો તથા કામ કરતા લોકો સાથે જીવંત સંપર્ક રાખી અસત્ય, અનાચાર, શોષણ દૂર કરવા કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડેલા. એકધારા ૨૦ વર્ષ આ કાર્યને સમય આપેલ. દરમિયાન જ્યાં વ્યક્તિગત કે સમૂહગત શોષણ, અનાચાર થાય ત્યાં વિવાદ દ્વારા નીવડો લાવવાની સાથે સમાજનાં દુષણો આગળ ન વધે તે માટે નૈતિક સમાજમાં દબાણ લાવી લોક-જાગૃતિને ટકાવવા ને કાર્યની ગતિ બરાબર જાળવવાનો પુરુષાર્થ કરવા સંસ્થાઓ મારફત પોતે પ્રેરણા આપી. ઉપવાસમય પ્રાર્થનાના સામૂહિક પ્રયોગો કરાયેલ, જેનાં પરિણામો સારાં આવતાં તે શસ્ત્રને શુદ્ધિ-પ્રયોગ રૂપે લોકો અપનાવવા તૈયાર થયેલા. જે તેમની ગાંધીજીના સત્યાગ્રહની જગ્યાએ કાનૂનભંગ કર્યા સિવાય અપનાવી અમલમાં મૂકવાનું લોકમાન્ય વિશેષ કારણ ગણી શકાય તેવું છે. તેના વ્યાપક પ્રયોગો. ગૌહત્માબંધી જેવા વ્યાપક કાર્યમાં પણ થયેલ છે. ભાલ નળકાંઠાના એકધારા ૨૦ વર્ષમાં કાર્યની ધર્મમય સમાજરચનાની ફલશ્રુતિ રૂપે ચાર પાસાં મજબૂત કરાવવા જણઆવેલ, જે નીચે મુજબ છેઃ (૧) પ્રાણ-પરિગ્રહ-પ્રતિષ્ઠા હોમી શકે તેવા ક્રાંતિમય સંતોની પ્રેરણાને માર્ગદર્શન તેમની સાધનાનું મુખ્ય ધ્યેય બને, ધર્મમય સમાજરચનાના કાર્ય માટે. (૨) ક્રાંતિપ્રિય સંતના માર્ગદર્શન તથા પ્રેરણા લઈ તૈયાર સાધક-સાધિકા વ્રતબદ્ધ થઈ લોકસંપર્ક જાળવી શિક્ષણ-સંસ્કારનું કાર્ય કરે. આ લોકોની નૈતિકશક્તિ રહે તેવી દોરવણી આપી કામમાં ભાગીદાર બનાવ્યા. (૩) સેવકોની નૈતિક પ્રેરણા લઈ લોકોની સંસ્થાઓ આર્થિક, સામાજિક કાર્ય તથા અન્ય ગામડાના જીવનનાં સર્વાગી ક્ષેત્રના કાર્ય કરે. (૪) ક્રાંતિકારી સંત તથા સેવકોની ધર્મમય સમાજરચનાત્મક કાર્ય કરીને સમય તંત્ર દખલ ન કરે પણ નૈતિકતાને લોકશક્તિ સંગઠિત કરી કાર્ય કરે તેમાં કાનૂની રીતે પૂરતી મદદ કરે. આવું પરસ્પરનું વિશ્વલક્ષી સત્ય-અહિસાની નીતિનું કાર્ય ઘરથી વિશ્વ સુધી ગોઠવવાના કાર્યને ધર્મમય સમાજરચના અથવા વિશ્વવાત્સલ્ય ધ્યેયે અનુબંધ વિચારને કાર્યના સંબોધનથી રજૂ કરવામાં આવે છે. (જ્ઞાનધારા- ૦૯ SSS જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134