Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સહુને લાગે છે કે - “વૃક્ષોને અને જંગલોને હણવાં ન જોઈએ. પાંદડું પણ તોડવું ન જોઈએ. અન્યથા પ્રાણીમાત્ર શ્વાસ પણ લઈ શકશે નહિ, અથવા વિચારો હતા પ્રભુ વીરના વૃક્ષોને કાપશો નહિ અને પૃથ્વીને પણ હણશો નહિ. આજે ફર્ટિલાઈઝર - જંતુનાશક દવાઓ દ્વારા પૃથ્વીને હણી રહ્યા છીએ, જેથી પારાવાર નુકસાન થઈ રહ્યું છે અત્યારે ખેતરોમાં આ પ્રકારનાં રસાયણો વપરાય છે, જેથી અન્નમાં મીઠાશ ચાલી ગઈ છે.
સાથે સાથે પાણીનો ય બેફામ ઉપયોગ કરો નહિ. જો સાધુ બની જાઓ તો સ્નાન કરવાનું નહિ. પાણીનો લોટો બચાવ થાય તે માટે માનવોએ પાણીને ઘીની માફક વાપરવું, જેથી જીવજંતુઓ હણાય નહિ. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો રહેલા છે, તે આપણે જાણીએ છીએ.
અગ્નિને દેવતાની ઉપમા આપી અને વનસ્પતિના છોડને રણછોડ કહેવાય છે. આ રીતે ધર્મનું લેબલ એટલા માટે આપવામાં આવ્યું છે કે ધર્મપ્રેમી આર્ય-મહાપ્રજા તેનું પાલન કરે. આપણે જાણીએ છીએ કે જૈન સાધુઓ અગ્નિકાયનો ઉપયોગ બિલકુલ કરતા નથી. તેઓ અંધકારમાં જ રાત્રિના સમયે રહે છે. આમ જેન-સાધુ એટલે
પર્યાવરણનો નમૂનો જૈન સાધુ છે. જૈન-સાધુ... ના પંખો વીંઝે ગરમીમાં ના ઠંડીમાં કદી તાપે ના કાચા જળનો સ્પર્શ કરે ના લીલોતરીને ચાંપે.. જેના રોમરોમમાં સ્નેહ ને સંયમની વિચરે ગાથા આ છે અણગાર અમારા.
પ્રભુના શાસનમાં સાધુ કેટલા પરિષદો સહન કરીને જીવન વિતાવે છે. અને ઉત્કૃષ્ટ સાધનામય જીવન જીવ ઉચ્ચપદે પ્રગતિ કરે છે.
આજે અગ્નિકાય દ્વારા લાખો ફેક્ટરીઓ, કારખાનાં, મહાઉદ્યોગો વગેરે ચાલી રહ્યા છે. આના દેખીતા લાભો જે ગણાતા હોય તે ગણાય, પણ દૂરગામી પરિણામોમાં સમગ્ર માનવજાતનો સર્વનાશ છે. યંત્રો આવ્યાં ખૂબ ઓછા માણસની જરૂર રહે. માનવો બેકાર બને અને અગ્નિકાયની મદદથી જે કોઈ મોજશોખની પ્રલોભન વસ્તુઓ જેવી કે ટી.વી., ( જ્ઞાનધારા -
પ EGE ૮૦ % જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)