Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જેન ધર્મનું યોગદાન
[ ડો. ધનવંતીબહેન મોદી જૈન ધર્મના આ સૂત્ર “જીવો અને જીવવા દો'ના મૂલ્યવાન કોહિનૂરનો પ્રકાશ પામવા ખોલો પેલી દ્વાદશાંગીની ગણિપિટ્ટકની પેટી ! આગમો વાંચો, વિચારો-આચરો - બધી જ સમસ્યાઓનો ઉકેલ ! અરે માત્ર પર્યાવરણ જ નહિ, વિશ્વશાંતિ, આતંકવાદ, આર્થિક મંદી જેવા આજના બધા જ સળગતા પ્રશ્નોનો ઉકેલ મળી જશે. જૈન ધર્મ એટલે તોફાની સમુદ્રમાં અટવાયેલા જીવો માટે દીવાદાંડી !
આગમનો એક અર્થ જે ચારેબાજુનું જોવું અને પર્યાવરણનો અર્થ છે ચારે તરફનું આવરણ, પૃથ્વીને વીંટળાયેલાં ત્રણ આવરણ - જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને તેને સહારે જીવતી સજીવ-સૃષ્ટિ ! માણસે સમજવાનું એ છે કે આ ધરતી માણસની નથી, પણ માણસ આ ધરતીનો છે. પર્યાવરણની બધી જ બાબતો પરસ્પર સંકળાયેલી છે. આ પર્યાવરણનું જાળું માણસે નથી વધ્યું, એ તો માત્ર એની સેરનો એક તાર છે. જીવસૃષ્ટિમાં રહેલું પરસ્પરાવલંબન હવે ઈકોલોજિકલ ઑડિટ અને બાયોડાઈવર્સિટીની રક્ષા માટે વૈજ્ઞાનીઓને હવે જાળવવા જેવું, જતન કરવા જેવું જણાયું છે.
જીવ માત્રના જીવવાનો હકનો સ્વીકાર એ જેન-દર્શનની મૌલિકતા છે. આવા સ્વીકારની જીવમાત્ર પ્રત્યે આદર Reverence for lifeની વાત નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ સ્વાઇઝર વીસમી સદીમાં કરે છે, જ્યારે આવા સ્વીકારને પરમધર્મનો દરજ્જો જૈનદર્શને ક્યારનો ય આપ્યો છે. માનવેતર જીવોની હિંસાનો ત્યાગ એ જૈન ધર્મ તરફથી માનવજાતને મળેલી સૌથી મોટી ધરોહર છે. પણ. માનવેતર જીવો એટલે કયા જીવો ? ધર્મ અને યજ્ઞને નામે થતાં પ્રાણીહિંસા રોકનાર તથાગત બુદ્ધ “મિલિન્દ પણે'માં સ્થૂલહિંસા રોકવાની જ વાત કરી છે. પાણીમાં જીવ હોય એમ તેઓ માનતા જ ન હતા. આગમમાં પ્રરૂપેલી છકાય જીવોની સૂક્ષ્મહિંસાનું જ્ઞાન તો ત્યારના સંન્યાસી શુકદેવ પરિવ્રાજક, આદ્રક મુનિ સાથે ચર્ચા કરનાર અન્ય મતાવલંબીઓ જેવા કેટલાયને હતું જ નહિ. (જ્ઞાનધારા - SEE ૯૦ S SS ન સાહિત્ય જ્ઞાનસત્ર-૫)