Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અને આમ પશુની મહત્તા હતી. પશુનાશ એટલે પ્રજાનાશ કહી પશુરક્ષા થાય એટલે વનરક્ષા થાય છે.
આમ, પ્રાણીરક્ષા, પશુરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા ભારતીય પ્રજામાં તાણાવાણાની જેમ વણાયેલા રહેતા. આમ, પર્યાવરણની આ વ્યવસ્થા એકબીજા સાથે ભીડાયેલ અંકોડાની જેમ ચાલ્યા કરતી.
ભારતીય પ્રજાના ભૌતિક વિકાસનું મૂળ છે પ્રાણીઓ-પશુ-વનસ્પતિ.
ભારતીય આધ્યાત્મિક વિકાસનું મૂળ છે સંતો અને માતાઓ અને આપણે કહી શકીએ કે જય હો પરમાત્મા મહાવીરનો, જેમણે માનવજાતને પોતાની જરૂરિયાતો ઘટાડી નાખવાનો પરિગ્રહ-પરિમાણ કરવાનો ઉપદેશ આપીને પર્યાવરણનું જબ્બર રક્ષણ કર્યું છે.
પર્યાવરણના પિતામહ પરમાત્મા મહાવીર છે. જૈન-સાધુની વાત કરી અને “પરો-સ્પરોપગ્રહો જીવાનામ' જીવો એકબીજાના ઉપકાર ઉપર જીવે છે. પૃથ્વી-પ્રાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિના જીવો માનવસૃષ્ટિ ને, પશુપક્ષીને જિવાડવા સિંહફાળો આપે છે.
પ્રભુ મહાવીરે ૨૬૦૦ વર્ષ પહેલાં આપેલો સંદેશ વર્તમાન સમયના માનવીએ વ્યાપક જીવનમાં, વાસ્તવિક જીવનમાં ઉતારીને પર્યાવરણને સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર બનાવવાની ભાવના કેળવવી જોઈએ.
જ્ઞાનધારા -૫
જ્ઞાનધારા -૫
$$
૮૯ $િજન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૫