Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વીડિયો, કૉપ્યુટર - તેનાથી માનવે પોતાનાં તન-મનનું સ્વાથ્ય ગુમાવ્યું છે. તે રોગિષ્ઠ બન્યો છે અને વિલાસી-સાધનોએ અને સગવડતાઓએ તેના અંતરમાં વાસનાઓ પૂરી છે, જેથી તે પશુ-રાક્ષસ-શેતાન બન્યો છે. જે આજના યુગમાં આપણે રોજરોજ અનુભવીએ છીએ. માણસ માણસ મટી ગયો. અગાઉના જમાનામાં આ જાતના અગ્નિકાયના ઉપયોગનો અભાવ હતો, જેથી સહુનાં મનમાં ય શાંતિ હતી, પ્રસન્નતા હતી અને સંપ હતો - શરીર આરોગ્યમય રહેતુ. ઉપરાંત અગ્નિકાયના ઉપયોગથી વાયુમાં પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ વધતું રહ્યું ઋતુઓમાં ફેરફારો થયા અને રાક્ષસી ઉદ્યોગોએ પૃથ્વીની હરિયાળી હતી તે ખતમ કરી. વનનાં વૃક્ષો કાપ્યાં, ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઊભાં કર્યા. વૃક્ષો પર ઘર વસાવી બેસતાં પંખીઓએ આશરો ગુમાવ્યો. આ રીતે પૃથ્વીની હરિયાળી ખતમ કરી. વનોનો વિચ્છેદ કર્યો. વાયુને પ્રદૂષિત કર્યો. નદીઓમાં અણુકચરા તેમ જ રસાયણના કચરાઓ ઠાલવ્યા, પ્રદૂષિત કર્યું. પાણી પીવા માટે તેમ જ ખેતી માટે નકામું કરી નાખ્યું. અને આમ માનવજાતની, પ્રાણીમાત્રની હસ્તીના ગંભીર પ્રશ્ન ઊભા થયા. આ આધુનિક યંત્રોના આગમનથી માનવના Huwy, Why અને Cuwyમાં ડુબાડી દીધા આમ, દેવાધિદેવે કુદરતમાં રહેલાં તત્ત્વોની કરુણા બતાવી અને પ્રાણીમાત્રને સારી રીતે જિવાડવાની વાત કરી છે.
પૃથ્વી-જળ-તેજને દેવાધિદેવે અવધ્ય કરેલ છે, એ પ્રમાણે વાયુને પણ. આજે તો વાયુને એટલો બધો પ્રદૂષિત કરી દેવાયો છે કે પ્રદૂષિત વાયુથી દીર્ઘ શ્વાસ લેવામાં આરોગ્યને નુકસાન થવાનો સંભવ છે. ઑક્સિજન જે જીવનનો પ્રાણ છે, તે પણ પ્રદૂષિત થઈ ગયો છે ઉપરાંત દરેક પ્રકારની વનસ્પતિની રક્ષા કરવાની પણ દૃષ્ટિ રજૂ કરી છે. સવારના પહોરમાં વનસ્પતિઓ-વૃક્ષો શુદ્ધ હવા ફેંકે છે તેનો યોગ્ય લાભ લેવો એ અમૃતનાં વરસાદ છે, પણ બિચારા પ્રભાતમાં મોડા સમય સુધી ઊંઘતા લોકો કેવા અભાગિયા છે કે તે લાભથી વંચિત રહે છે, હવે ત્રસકાયની વાત જણાવતાં - પ્રાણીમાત્રના છાણ-મૂત્ર વગેરેમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છે, તે હવે સાબિત થઈ ગયું છે અને આમ વસુકી ગયેલાં, બુદાં થઈ ગયેલા પ્રાણીઓ દૂધ વગેરે ન આપે, પણ તેના છાણ-મૂત્ર આપે છે, તે દેશની લક્ષ્મી ગણાતી. (જ્ઞાનધારા-૨ = ૮૮ 5 જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]