Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભાલપ્રદેશમાં કાર્યનું અસરકારક પરિણામ અનુભવ્યા બાદ તેમણે મુંબઈમાં દિલ્હી, કોલકાતા, ભિલાઈમાં ચાતુર્માસ કરેલ હતા.
પૂ. સંતબાલે મુંબઈમાં વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘની રચના ૧૯૫૮માં કરેલ. તેની મારફતે આંતરરાષ્ટ્રીય કાર્ય કરવાની નેમ હતી. મુંબઈ, કોલકાતામાં માતૃ- સમાજની સ્થાપના કરેલ, તેમાં શહેરમાં બહેનો રોજગારી મેળવી પગભર બને તથા અહિંસક પ્રતિકારના માધ્યમ રૂપ કામ કરવા તૈયાર થઈ શકે. કોલકાતામાં કાલીમાતાના મંદિરમાં પશુવધ બંધ થાય તેવા પ્રયાસો કરવા પશુ-બલિનિષેધક સમિતિની રચના કરી, લોકમત કેળવવા પુરુષાર્થ કરાયેલ હતો. આ બધાં સ્થળે ધર્મમય સમાજરચનાની ભાવના તથા કાર્યની જાણકારી સાધુ-સાધ્વીને આપવા પ્રયાસ થયેલા. છેવટે ૧૯૭૦માં સાધુસાધ્વી તથા શ્રાવકોને તૈયાર કરીને દેશકામમાં ચોતરફ વિચાર, પ્રચાર તથા અનુબંધનું રચનાત્મક કાર્ય કરે તે માટે તાલીમ મળે, તે માટે એક સ્થળે તેવી સંસ્થાની રચના જરૂરી લાગેલ. મુંબઈ નજીક ચિંચણીમાં મહાવીરનગર આંતર કેન્દ્રની સ્થાપના કરી સ્થિરવાસ સ્વીકારેલ. ૧૯૬૧માં મુંબઈમાં ચાતુર્માસ દરમિયાન સાધુ-સાધ્વીને શાસ્ત્રોક્ત તેમ જ દેશકાળની સ્થિતિ મુજબ જ્ઞાન મળે અને ધર્મમય સમાજરચના તથા વિશ્વ વાત્સલ્યો અનુબંધ વિચાર તથા કાર્યની વિસ્તૃત છણાવટ કરવા શિબિરનું આયોજન કરેલ. જેમાંથી ધર્માનુબંધી વિશ્વદર્શનના દશ ભાગ છપાઈ બહાર પડેલ છે. મહાવીરનગરમાં ૧૯૭૨માં દેશમાં જેને જૈનેતર સાધુ-સાધ્વી સંન્યસ્તને આ કાર્યની તત્ત્વદેષ્ટિ તથા કાર્યક્રમ-જાણકારી મળે ને વિવિધ સ્થળે કાર્ય ચાલે તે માટે સંત-સેવક સમુદાય પરિષદની રચના કરવામાં આવેલ શ્રી માનવ મુનિજીના માધ્યમે દેશવ્યાપી આ કાર્ય ચાલેલ છે.
અંતમાં, વ્યક્તિગત સાધનામાં અહિંસા-સંયમ-તપના જોડી વિષયકષાયને ઉપશમાવી ક્ષય કરવા જેમ પુરુષાર્થ કર્તવ્ય છે, તેમ આત્માના દેહની ભૂમિકા તથા સમાજ તથા સમષ્ટિમાં આત્માઓની દેહની ભૂમિકા કષાયો ઈન્દ્રિયોની ભૂમિકાને ઉપદેશ આપવા માટેનો સામુદાયિક પુરુષાર્થ ગોઠવવાની જે કાર્યપદ્ધતિ શરૂ કરેલ, તેને ધર્મદષ્ટિએ સમાજરચના અથવા વિશ્વવાત્સલ્ય ધ્યેયે અનુબંધ વિચારને કાર્ય તેવું નામ આપેલ છે. વિશ્વ વાત્સલ્યની સાધનાનો વ્યક્તિગત સ્પર્શ તથા સહગત રીતે તેમા પૂરેપૂરો સમાવેશ છે અને સાધના રૂપે તેમની વિશેષતા ગણવા જેવો અખંડ પુરુષાર્થ છે. એ સાથે તેઓને આ વિચાર કાર્યના દ્રષ્ટા ગણવામાં અતિશયોક્તિ નથી. (જ્ઞાનધારા - SEWS{ ૮૦ | જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)