Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિ એ મહા.ગાંધીજી, આચાર્ય વિનોબાજી ને મનિશ્રી સંતબાલજીના સર્વધર્મસમભાવ વિશેના વિચારો
| લે. ડો. ગીતા મહેતા પ્રાસ્તાવિક :
હાલ ૩જી માર્ચ ૨૦૦૩ના “હિન્દુસ્તાન ટાઇમ્સ'ના “Inner Voice”ના લેખમાં “Bring Back our Mahatma'ના શીર્ષક હેઠળ શારા અશરફ લખી રહ્યા છે કે - “ગાંધીજીએ પ્રચારમાં આણેલ અને વ્યવહારમાં મૂકેલ સર્વધર્મસમભાવ આપણે પ્રસ્તાપિત કરવો જ રહ્યો. ગાંધીજી વિવિધધર્મી મિત્રોને કારણે દક્ષિણ આફ્રિકામાં જ સર્વધર્મસમભાવ વ્યવહારમાં મૂકતા હતા, પરંતુ ભારતમાં આવ્યા પછી એમણે આ વ્રતનો આશ્રમવ્રતોમાં સમાવેશ કર્યો. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય. “મંગd પ્રભાત'માં સર્વધર્મસમભાવનો સમાવેશ :
૧૯૩૦માં જ્યારે યરવડા મંદિરથી દર અઠવાડિયે બાપુ એક વ્રત પર લખીને મોકલતાં, ત્યારે સર્વધર્મસમભાવ પર તા. ૨૩-૯ અને ૩૦-૯ના બે પત્રો લખી મોકલ્યા. એ જ બતાવે છે કે સર્વધર્મ સમભાવનું કેટલું મહત્ત્વ ગાંધીજી માટે હતું. “સર્વધર્મઆદર” કે “સર્વધર્મસહિષ્ણુતા” શબ્દ ગાંધીજીને માન્ય ન થયા, પરંતુ “અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આમ, અહિંસાના આધારે ગાંધીજી સર્વધર્મસમભાવ સ્વીકારે છે. આગળ તેઓ કહે છે; “સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કાંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય. તેઓ લખે છે : “સમભાવ કેળવવામાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્ત્વિક અને નિર્મળ બને છે.”૩ ૧. ગાંધીજી મંગળ પ્રભાત; અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર, ૧૯૩૦, પૃ. ૨૮ ૨. ઉપરિવતું. ૩. ઉપરિવતુ પૃ. ૨૯. (જ્ઞાનધારા-૫ ૬ ૬૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-)