Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મહાત્મા ગાંધીજીના સર્વધર્મસમભાવ 3 તથા સર્વધર્મ ઉપાસના વિશેના વિચારો,
લે. શ્રી કિશોર જે. બાટવિયા | ઈશ્વરમાં જીવતી-જાગતી શ્રદ્ધાએ ઈશ્વર વિનાનું જીવન એમને માટે અશક્ય હતું. ગાંધીજીએ કહ્યું કે - “હું હવા ને પાણી વિના કદાચ જીવી શકું, પણ ઈશ્વર વિના નહિ જીવી શકું. તમે મારી આંખો ફોડી નાખો તેથી હું મરવાનો નથી. મારું નાક ઉડાવી દો, તેથી ય મરવાનો નથી; પણ તમે ઈશ્વર વિશેની મારી શ્રદ્ધાને સુરંગ ચાંપીને ઉડાવી દો, તો હું મૂઓ સમજજો.” પોતાનાં સઘળાં કામો ગાંધીજી અંતર્યામીની પ્રેરણાથી - અંતરના અવાજને અનુસરીને કરતા. નમ્રતા તો એમનામાં ભારોભાર હતી.
ગાંધીજીના જીવનમાં જેને ધર્મની અહિંસા ખાસ ઊતરી છે, પણ તેમની અહિંસા જૈન બીબામાં ઢળાયેલી નથી. પંડિત શ્રી સુખલાલજીના શબ્દોમાં કહીએ તો - “ગાંધીજીની અહિંસા એ એમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી છે.” એક વ્યવહારુ આદર્શવાદી તરીકે માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્ય ઊભા થતા કોયડાઓનો ઉકેલ પારંપરિક ધાર્મિક દૃષ્ટિએ કરવા કરતાં, એમણે અહિંસાની નવી જ દૃષ્ટિએ વિચાર્યો. પરિણામે શરીર નિભાવવા માટે અને આશ્રમની રક્ષા માટે તેમને અનિવાર્ય હિંસા આવકારી. મચ્છરોના ક્લેશથી બચવા એમણે ઘાસલેટનો ઉપયોગ કર્યો, આશ્રમમાં સર્પોને મારવા દીધા, વાંદરા, કૂતરાં વગેરે ઉપદ્રવી પ્રાણીઓની હિંસાને ચલાવી લીધી. આમ, વ્યવહારમાં જ્યાં જ્યાં ગૂંચ આવી ત્યાં ત્યાં ધર્મના હાર્દને પકડી તેમણે યોગ્ય માર્ગ અપનાવ્યો. આ વલણ એમની ક્રાંતિદષ્ટિનું સૂચક છે ગાંધીજીનું દઢ મંતવ્ય હતું કે - વ્યક્તિ પોતે અહિંસાના પાલનમાં ગમે તેટલી આગળ જઈ શકે, પણ સમાજને માટે તો સામાજિક અહિંસા જ હોય.'
ગાંધીજીએ બૌદ્ધ ધર્મમાં અવેર, કરુણા, પ્રેમ ને મૈત્રી એ બુદ્ધના મુખ્ય ઉપદેશો છે. બુદ્ધ પ્રેમ અને કરુણાનો મંત્ર આપતા થાકતા નથી. અહીંયાં કદી પણ વેરથી વેર શકતું નથી અવેરથી-પ્રેમથી શમે છે. એ સનાતન ધર્મ છે.
“અક્રોધને ક્રોધથી જીતવો, સાધુત્વથી અસાધુને જીતવો,
દાનથી કંજૂસને જીતવો, સત્યથી અસત્યવાદીને જીતવો.” (જ્ઞાનધારા -
0 SSSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)