Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પુણ્ય અને પાપને સમજે છે, તે ધન કમાવવા માટે આંધળી દોટ ન મૂકે, આંધળા સાહસ ના કરે. અતિ તૃષ્ણામાં જાય નહિ.
મંદી' એટલે જ પાપનો ઉદય.. “પુણ્ય' ઉદયમાં ઘટાડો. હવે આ પાપના ઉદયમાં “અસાહિજ દેવાળ.
મનથી પણ દેવોની કોઈ સહાયતાની ઈચ્છા ન કરે. મનુષ્ય કે દેવની કોઈ લબ્ધિથી સુખ પ્રાપ્ત કરવાનો વિચાર ન કરે, એવા અંતરથી શૂરવીર અને ધીર હોય. ચાલો... આપણે એવા માનવ શ્રાવક બનવાનો પ્રયત્ન કરીએ. કર્મ સિદ્ધાંત અને ધર્મના મર્મને સમજીને તો સમજાય કે દેવો પણ જેનું મન ધર્મમાં લીન હોય છે, તેને નમસ્કાર કરે છે. તો હું પણ એવો દઢ શ્રદ્ધાવાન બની ધર્મમાં લીન બનવા, સૌપ્રથમ જરૂરી આવશ્યક કરું. વધુ ને વધુ સમય તેમાં વિતાવું.
(૩) શ્રાવકના મનોરથમાંથી બીજે મનોરથ - ક્યારે હું પંચમહાવતધારી સાધુ બનું ?: સંત બનવાનો અંતરમાં ઊભો થયેલો આદર્શ કદાચ જ્યાં સુધી સંત નહિ બનીએ ત્યાં સુધી શાંતિ તો જરૂર અપાવશે. માટે હવે ધીરજ અને શાંતિ રાખીએ. જે છે, જેટલું છે તેમાં લાવ લાવને બદલે ચલાવ ચલાવ શીખીએ. શ્રાવકનો પ્રથમ મનોરથ ક્યારે હું પરિગ્રહ ઘટાડું તે ભાવવા માટે ન્યાયથી, નીતિથી ધન - ઉપાર્જન કરીએ તે ઘણું જરૂરી છે. ‘મારે જગતનું બધું જ જોઈએ છે, કરતાં મારે કાંઈ જ જોઈતું નથી.' એ ભૂમિકા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. કારણ ? નજર સામે ત્યાગનો આદર્શ જ ઈચ્છાઓની મર્યાદાઓ કરાવશે. નિર્જરાનું મીટર ચાલુ થશે, એની મેળે પુણ્યરૂપી પાક ઉત્પન્ન થશે અને મંદી ધીમે ધીમે દૂર થશે. ભાગદોડ ઓછી થશે. કારણ ? જ્યાં રાતોરાત લખપતિ થવાનાં સપનાં જોવાય છે, ત્યાં જ રાતોરાત દેવાળ કાઢવું પડે છે. જે ઝડપે તેજી આવી હતી તેનાથી બમણી ઝડપે મંદી આવી. જેની દુનિયામાં કોઈએ કલ્પના જ કરી નહોતી. પણ આ તો આખું એક વિષચક્ર જેવું અર્થચક્ર છે. સામાન્ય જનતા સમજણ વિના તેમાં ફસાય જાય... પણ ડાહ્યો ગણાતો જૈન સમાજ.. તો તેમાં જ ન ફસાય.
આપણે પ્રબુદ્ધજનોએ જાગૃતિ અભિયાનની શિબિરો ચલાવવી તે આજની તાતી જરૂરિયાત છે. કારણ આપણી ભારતીય સંસ્કૃતિ કરકસરની હતી... અને તે જ કારણે વિશ્વનો આજે જે રીતે મંદીએ ભરડો લીધો છે તે રીતે જ ભારત તેમાં ફસાયું નથી. તે આપણા વડીલોની સમજણ અને કૃપાને આધારે છે. પણ... આજનો યુવાન “કમાવો અને ભોગવો... ઈઝી મની, (જ્ઞાનધારા -૫
નું ૬૫ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]