Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અહિંસાની પ્રભાવકતા
લે. ડો. નલિની શાહ
-
ભગવાન મહાવીરે ‘શ્રી આચારાંગ સૂત્ર’માં અહિંસા વિશે કહ્યું છે કે “વયં પુળ વમાસ્લામો, વં માસામો, વં પુરુવેનો, છ્યું પળવેમો, સવ્વુ પાળા, સવ્વ મૂયા, સવ્વ નીવા, સવ્વ સત્તા, ન મંતવ્યા, ન અપ્નાવેયવ્યા, ન પશ્વેિતત્વા, ૧ પરિયાવેયા, ન ઘેયા । સ્થં विजाणर नत्थित्थ दोसो । आरियवयणमेयं ।”
(શ્રી આચારાંગ સૂત્ર, ૧-૪-૨)
કોઈ પણ પ્રાણી, કોઈ પણ ભૂત, કોઈ પણ જીવ, કોઈ પણ સત્ત્વને ક્યારે ય પણ હણવા ન જોઈએ. તેમની પર અધિકાર જમાવવો ન જોઈએ, તેમની પર આઘાત કરવો નહિ. તેમને પરિતાપ આપવો નહિ કે તેમને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પહોંચાડવો નહિ. એ સારી રીતે જાણી લો કે આ અહિંસાધર્મમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. વસ્તુતઃ અહિંસા એ આર્યધર્મ છે. અહિંસા એ પવિત્ર ધર્મ છે.
હિંદુ ધર્મમાં મહાભારતમાં પણ અહિંસાને અહિંસા પરમો ધર્મ’ બતાવ્યો છે. જ્યારે ‘યોગ ભાષ્ય'માં પણ અહિંસા વિશે કહ્યું છે કે -
“सर्वताः सर्वदा सर्वभूतानाम् अनभिद्रोहः ।”
‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ના ૪૭મા શ્લોકમાં શ્રી અમૃતચંદ્રાચાર્યે પણ રાગ-દ્વેષને ભાવહિંસા કહી છે -
यस्मात्स कषायः सन् हन्त्यात्मा प्रथमम आत्मन् आत्मानम् । पश्चाज्जायेत न वा
हिंसा प्राणयन्तराणां તુ ॥૪॥
હિંસા બે પ્રકારની હોય છે એક આત્મઘાત અને બીજી પરઘાત. જ્યારે આત્મામાં કષાયભાવો ઉત્પન્ન થાય છે ત્યારે જ આત્મઘાત થઈ જાય છે. પછી પરઘાત થાય કે ન થાય, પણ આત્મઘાત તો ચોક્કસ થઈ જાય છે.
-
આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હિંસાનું વાતાવરણ સર્જાયેલું છે. કુદરતી હોનારતોથી મનુષ્યની જાનહાનિ નિવારી શકાતી નથી ને આજે જ્ઞાનધારા -૫૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫