Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાસુ-વહુ, બાપ-દીકરો કે અન્ય સભ્યો વચ્ચે ‘તૂતૂ મૈમૈ’ જેવી તકરાર રોજિંદી બિના બને છે. નવી ઊગતી પેઢીના વિચારો સાથે ખાન-પાન રીતરિવાજ ફૅશન વગેરે અંગે Genration Gap - બે પેઢી વચ્ચેનું અંતર ઊભું થાય છે, જે કૌટુંબિક વાતાવરણને ક્લુષિત બનાવે છે.
નીતિમત્તાનાં ધોરણો દિનપ્રતિદિન શિથિલ બનતાં જાય છે અને તેનું ધોરણ સાવ નીચું થતું જાય છે. સમાજમાં રોજબરોજ Rape, અનાચારવ્યભિચારના કિસ્સા બનતા રહે છે અને એ અતિશય શરમજનક બાબત કહેવાય છે.
રાજકીય ક્ષેત્રે આંતરિક કાવા-દાવા-પક્ષાપક્ષી રાજકારણને ગંદુ અને ભ્રષ્ટ બનાવે છે. ભ્રષ્ટાચાર ઉપરથી નીચે - Top to bottam વ્યાપી ગયો છે. શરીરમાં Cancelનો ફેલાવો અજાણતાં જ અતિઝડપે ફેલાય તેમ રાજકારણમાં પણ સર્વત્ર સડો પ્રવેશી ગયો છે અને પ્રસરી રહ્યો છે. આ દરેક દેશની હાલત છે.
ધાર્મિક ક્ષેત્રે તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ કેળવ્યા કે મેળવ્યા વિના પ્રતિષ્ઠામોભો-માન-સન્માન મેળવવા, નામ અને કીર્તિ વધારવા કેટલીક ક્રિયાઓ જડવત્ - યાંત્રિક રીતે થાય છે. જ્ઞાનની અધૂરરૂપ જુદાં જુદાં સ્વરૂપે દેખા દે છે. કંઈક અંશે ધર્મમાં દંભ અને કૃત્રિમતા કે ઘેંટાવૃત્તિ જેવાં લક્ષણો પ્રવેશી ગયાં છે. નવી પેઢીને ક્યાંક ધર્મથી ઉશ્કેરાવવામાં આવે છે, તો ક્યાંક તે વધુ Rational બની નાસ્તિક જેવા બની જાય છે.
આવાં અનેક દૂષણોએ આપણી સૌની કમનસીબી કહેવાય અને આધુનિક યુગને લાંછન આપતી ગણાય. આ માત્ર એકાદ વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રને લગતી ૪ વાત નથી, પરંતુ વિશ્વસ્તરે આ બધું ઓછેવત્તે અંશે જણાય છે.
આજનો આમઆદમી આ બધા માહોલમાં મૂંઝાઈને ફફડી રહ્યો છે, તરફડી રહ્યો છે.
આજે દરેક રાષ્ટ્ર વાત કરે છે શાંતિની ઝંખનાની અને તૈયારી કરે છે યુદ્ધની. વિશ્વની સમસ્યા અને સંઘર્ષનો સરવાળો કરીએ તો તે અગણિત અમાપ છે. આ બધું સૂચવે છે કે જગત હિંસાના શિખરે બેઠું છે.
શાશ્વત શાંતિનો શ્રેષ્ઠ ઉપાય અહિંસાતત્ત્વનો વિકાસ છે. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, પરંતુ સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશૈલી છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
જ્ઞાનધારા -૫
૪૨