Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કડવાશ, કટાક્ષ, ગુસ્સો, નિંદા - કૂથલી, ટીકા તો નથી ને ? મારાં વર્તનથી સામી વ્યક્તિને દુઃખ તો નથી પહોંચતું ને ? (2) Harmlessness-(નિર્દોષતા)ઃ
મારા જીવનમાં કોઈની “હાય” ન હોય. કોઈને તકલીફ આપ્યા વગર, કોઈને દુઃખ પહોંચાડ્યા વગરનું જીવન. આપણા સુખ અને આનંદ માટે બીજા કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે તેની કાળજી લેવી. (3) Introspection - (સ્વ-અવલોકન)ઃ
રાત્રે સૂતી વખતે કે દિવસમાં ક્યારે ય પણ આત્મ-નિરીક્ષણ કે ઊડ્યાં ત્યારથી શું શું કર્યું? ક્યાં ય ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, કપટ, મોહમાં ફસાઈ તો નથી ગયા ને? જો ભૂલ થઈ ગઈ હોય તો તરત જ Corrective Action લઈ લો. ભવિષ્યમાં ન થાય તેનું ધ્યાન. (4) Mastery- (સંચમ):
પાંચ ઇન્દ્રિયો અને તેના વિષય પર કાબૂ. આ ઇન્દ્રિયો અને મન બધી બાજુ, બેલગામ ભાગે છે. બધાંની પૂર્તિ કરવા છતાં મનુષ્ય સુખી નથી, તો ક્યાં સુધી, હજી કેટલું ભાગશું? STOP. (5) Service- (સેવા) :
યથાશક્તિ કોઈ વ્યક્તિને, જીવોને મદદ કરી શકવાની તૈયારી, ભોજન, કપડાં, પૈસા કે પછી અભયદાન, જ્ઞાનદાન. ટૂંકમાં, આપણી પાસે જે હોય તે Share કરવું. (અપરિગ્રહ) (6) Advancement - (પ્રગતિ) :
સતત ચિંતન કરવું કે આજે મારી પ્રગતિ થઈ કે પડતી થઈ. જીવનમાં ખરેખર આગળ વધીએ છીએ કે પાછા જઈએ છીએ આપણે આંતરિક રીતે સતત ઉપર ઊઠવાનું છે એની જાગૃતિ.
(૭) જીવનમાં કોઈ પણ તબક્કે, કોઈ પણ ક્ષેત્રમાં સફળતાનો આધાર રહે છે, તમારી પસંદગી (Choice) ઉપર. સામાન્ય રીતે આપણી સામે બે રસ્તા હોય છે આ પસંદગી માટે. એક રસ્તો છે - જે ઇન્સ્ટન્ટ સુખનો અનુભવ કરાવશે, પણ લાંબે ગાળે દુઃખ આપશે (દા.ત, સામે જ્ઞાનધારા-૨ = ૨૯ ૬ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]