Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(૧૨) રાગ-દ્વેષથી મુક્તિ પણ કરુણા, મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ જેવા સદ્ગુણો કેળવાય છે અને ફેલાય છે. જીવન અગરબત્તી જેવું સુવિસિત બને છે. જૈનમૂલ્યો સંક્ષિપ્તમાં ઃ
D રાગ-દ્વેષના પ્રસંગોમાં ચિત્તની સમતુલા જાળવવી - માધ્યસ્થ ભાવ. D નિયમિત શાસ્ત્રાભ્યાસ દ્વારા સંયમની પ્રાપ્તિ, સમતાની પ્રાપ્તિ. — ધ્યાનનો અભ્યાસ, તે દ્વારા આત્માનાં વિશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. D આગમોના અભ્યાસથી સૂક્ષ્મ તત્ત્વદેષ્ટિ પ્રાપ્ત થતા ધર્મધ્યાન, શુક્લધ્યાનનું સામર્થ્ય અને સમજણ.
D અનેકાન્તવાદ અને કર્મવાદનાં અધ્યયન અને મનનથી સંસારની વિચિત્રતાઓમાં પણ સમભાવ પ્રગટે છે.
D સામાયિક દ્વારા સમ્યક્-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ.
શ્રુતજ્ઞાનના અભ્યાસ દ્વારા ચિત્તવૃત્તિ નિર્મળ અને સ્થિર બને છે. D ધ્યાન દ્વારા ચિત્તની સ્વાધીનતા, સ્થિરતા અને કર્મના અનુબંધનો વિચ્છેદ. (ચિત્તની સ્વાધીનતા એટલે ચિત્ત સાધકની ઇચ્છાને અનુસરે છે. આ સિદ્ધિથી આત્મપરિણામો વિશુદ્ધ બને છે, માટે અશુભ-કર્મોનો બંધ થઈ શકતો નથી.)
॥ અનેકાન્ત-દૃષ્ટિથી કર્તાપણાનો ભાવ તૂટે છે અને સાક્ષીભાવ કેળવાય છે.
જ્ઞાનધારા-૫૩૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫