Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભાવતાં ભોજન છે અને વધારે ખાય લઈએ, પછી પાછળથી અપચો કે રોગ થાય) બીજો રસ્તો છે, શરૂઆતમાં કદાચ તકલીફ આપે, પણ છેલ્લે તો પૂર્ણતા તરફ જ લઈ જાય; એટલે કે ફાઈનલી સુખ આપે. (દા.ત., રોજ એક્સરસાઇઝ કરવાનું, શરૂઆતમાં ન ગમે પણ ફાઈનલી ફિટનેસ આપશે.) આમ, આપણે શું પસંદ કરીએ છીએ તેના ઉપર આપણી સફળતા અને પ્રગતિનો આધાર રહે છે. હવે, આ સાચી પસંદગી કરવા માટે સતેજ બુદ્ધિ, વિવેકશક્તિની જરૂર પડે છે, જે નિયમિત અને નિરંતર સામાયિક, ધ્યાન, જાગૃકતા, સ્વ-અવલોકન દ્વારા કેળવી શકાય છે.
(૮) જીવનનું ધ્યેય શું છે ? : આની સ્પષ્ટતા નહિ હોય, ત્યાં સુધી માનવી મૂંઝાયેલો રહેશે. પછી સાયકોલૉજિસ્ટ, કાઉન્સેલર્સની વિઝિટ ચાલુ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પણ સ્વાધ્યાય, સામાયિક, સદ્ગુરુનો સંપર્ક, સારું વાંચન, ‘સ્વ’ની જવાબદારી, પોતાનાં આંતર-મન સાથેની નિકટતા, અંદરનો, અંતરનો અવાજ સંભળાવવો, અનુસરવો વગેરે દ્વારા ધ્યેયની સ્પષ્ટતા થશે જ. જીવનના દરેક પાસા, જેમ કે સામાજિક, વ્યક્તિગત, શારીરિક, માનસિક, આર્થિક, પ્રોફેશનલ વગેરેમાં બેલેન્સ જળવાશે. આજે દરેકની ફરિયાદ છે - ‘ટાઇમ નથી, સમય જ નથી.' એનો અર્થ એ જ છે કે ક્યાંક ધ્યેયની સ્પષ્ટતા નથી. પ્રાયોરિટી સ્પષ્ટ નથી. આ ટાઇમ મેનેજમેન્ટ માટે પણ સ્વતંત્ર રીતે, પોતાના માટે શું યોગ્ય છે (નહિ કે શું ગમે છે, કે શું જોઈએ છે) તે કરવાની જવાબદારી લેવાની છે. ગાડરિયા પ્રવાહમાં ખેંચાઈને કે પછી બીજાને રાજી રાખવા, ‘સ્વ'નું નુકસાન કરવાની બદલે, જવાબદારીથી, આત્મવિશ્વાસથી, મક્કમતાથી, ડર્યા વગર જીવનનાં બધાં પાસાંને સરસ ગોઠવી શકાય. સવારથી રાત સુધી, તેમ જ અઠવાડિયાનું ટાઇમટેબલ પ્રાયોરિટીથી બનાવવામાં ઉપર જણાવેલાં મૂલ્યો ઉપયોગી થશે.
(૯) ટાઇમ મેનેજમેન્ટમાં બહુ ઉપયોગી મૂલ્ય છે ‘અપરિગ્રહ’ આપણા ઘરમાં, કબાટમાં, રસોડામાં, લાઇબ્રેરીમાં એટલો બધો સંગ્રહ થઈ ગયો છે, જેનાથી તમે બંધાઈ જાઓ છે, આને સાફ કરો. Organise evesything. બિનજરૂરી, બિનઉપયોગી, વધારાની ચીજો બીજાને આપવાનું જિગર જોઈએ. આનું જ નામ છે અપરિગ્રહ. હવે જોઈએ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જે વસ્તુઓ ઓછી મહત્ત્વની છે, તે છોડવાની તૈયારી. જ્ઞાનધારા - ૫૩૦ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫