Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આવે છે. જે વ્યક્તિ બીજાને આપીને, મદદ કરીને, દાન આપીને પ્રસન્નતા અનુભવે છે, તે કેવી રીતે અસત્ય, ચોરી, કાળાબજારી કે સંગ્રહખોરી કરી શકે ? આ દરેક દૂષણો હિંસાને જન્મ આપે છે. પોતાના સ્વાર્થ માટે તે કેવી રીતે હિંસા કરી શકે ?
આજના યુગનો માનવી માનવસર્જિત હિંસાથી ભયભીત છે. તે અસલામતીથી પણ ભયભીત છે. નિઃસ્વાર્થભાવે દાન આપનાર વ્યક્તિ અભયનું વાતાવરણ સર્જે છે. એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે - “રાTITI સેઠું સમયપયા સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે.
પર્યાવરણ અને પાણીનું પ્રદૂષણ, વનનો મોટે પાયે નાશ, શહેરીકરણ અને વધતી-જતી માનવવસ્તીને કારણે એકેન્દ્રિય - વનસ્પતિથી લઈને પ્રાણી અને માનવ સુધ્ધાં દરેક પ્રકારની જીવસૃષ્ટિ જોખમમાં છે. એટલે તેમને અભયદાન આપવા માટે માણસે પોતાના ભોગ-ઉપભોગને નિયંત્રિત કરવા પડશે. દાનમાં અહિંસા અને અપરિગ્રહ, બંનેનો સમાવેશ થઈ જાય છે.
દાન આપનાર અસત્ય, ચોરી અને અબ્રહ્મથી બચીને ચાલે છે. તે માટે પોતાની ઈચ્છાઓ અને તૃષ્ણા ઉપર સંયમ જરૂરી છે. આ સંયમ એ જ શીલનું મહત્ત્વનું અંગ છે.
સંયમ અને શીલને જીવનમાં સ્થિર અને દઢ કરવા માટે તપ સહાયભૂત છે. તપ સાધન અને સાધકને શુદ્ધ કરવાની ક્રિયા છે. શુદ્ધભાવ હોય તો જ પૂરી સમષ્ઠીની સુખાકારી માટે સ્વાર્થને બદલે પરમાર્થભર્યું જીવન શક્ય છે.
દાન, શીલ, તપ અને ભાવ સમસ્ત જીવસૃષ્ટિ સાથે તાદામ્ય કેળવવાની જૈનદર્શનની અનુપમ પદ્ધતિ અને વ્યવસ્થા છે. આચાર્ય ઉમાસ્વાતિએ
પરસ્પરોપગ્રહો નીવીનાન્' સૂત્ર દ્વારા જ ભાવ પ્રગટ કર્યા છે. જૈનદર્શન ‘Co-operation - પરસ્પર સહકારમાં - માને છે અને “Confrontion ઘર્ષણને દૂર રાખે છે.
જેનોના રોજના જીવનમાં જોવા મળતાં ભોજન, ભાષા અને પહેરવેશના નિયમો આ ઉદ્દેશ્યથી જ ઘડાયા છે. શ્રાવકનાં ૫ વ્રત - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જીવનમૂલ્યોના સંવર્ધન માટે (જ્ઞાનધારા - Sઉં ૨૧ SSC જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)