Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વર્તમાન જીવનમાં જેનમૂલ્યોની આવશ્યકતા
| (લે. બીના ગાંધી | વર્તમાન પરિસ્થિતિ અને તેમાં જૈનમૂલ્યોની ઉપયોગિતા :
(૧) આ ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના સમયમાં આધુનિક ઉપકરણો દ્વારા જીવનમાં સુખ-સગવડો વધતી ગઈ. એશ-આરામ વધતા ગયા, એમ છતાં સુખ કે શાંતિ નથી. ઊલટું ટેન્શન, સ્ટ્રેસ અને જીવન બોજારૂપ જણાય છે. કારણ? આવો વિરોધાભાસ કેમ? કારણ એટલું જ કે બહાર તરફની દોટ વધતી ગઈ. બસ, દોડવું છે, ભાગવું છે, મેળવવું છે, હજી વધારે મેળવવું છે, ભોગવવું છે, સંતોષ નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયોને પોષવા છે, અને એનો તો કોઈ અંત જ નથી. ટૂંકમાં, પાયાની સમજણ જ નથી, એ ક્યાં લઈ જશે. અત્યારે, તત્કાળ સુખ મળે છે માટે ભોગવો. એના પરિણામનો વિચાર કરવાની વિવેક-શક્તિ નથી. દીર્ઘદ્રષ્ટિ નથી. ગાડીમાં બ્રેક ન હોય અને કુલ સ્પીડે દોડે તો શું થાય ? અકસ્માત જ ને ? અહીં બ્રેકની જરૂર છે. સ્પીડ બ્રેકરની જરૂર છે. શાકાહાર, રાત્રિભોજન-ત્યાગ, સંયમ, અપરિગ્રહ, સામાયિક (પાપની પ્રવૃત્તિનો ત્યાગ અને શુભ-પ્રવૃત્તિનું સેવન) એટલે કે અઢાર પાપસ્થાનકોનો ત્યાગ અને મનને શુભ અને શુદ્ધ ભાવમાં જોડવું. આવું ૪૮ મિનિટ માટે એક સ્થાને બેસી સ્વાધ્યાય કરો. - (૨) ભૂતકાળનું ટેન્શન અને વ્યથા, ભવિષ્યની ચિંતા, આ બંને વચ્ચે વર્તમાનની પળ સુકાઈ જાય છે. આજે માણસ વર્તમાનમાં સતત સ્ટ્રેસ અને ટેન્શનમાં જીવે છે. આ માટે જાગૃતિપૂર્વક જીવન (Awareness) હોવાની જરૂર છે. સ્વ-અવલોકન (Introspection) દ્વારા વિચારશુદ્ધિ - વાણીશુદ્ધિ - આચારશુદ્ધિ અને આમ જીવનશુદ્ધિ કરવાની છે. આ જાગૃકતા કેળવવા માટે રોજ ધ્યાન (મેડિટેશન) તેમ જ શાસ્ત્ર-અધ્યયન - ચિંતન, જે સામાયિકમાં પણ થઈ શકે, તે નિયમિત કરવાથી ખૂબ લાભ થાય છે. ટૂંકમાં, વર્તમાનમાં જીવવાની આ જ ચાવી છે.
(૩) ઇમોશનલી સતત ગમો-અણગમો, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા આવી નકારાત્મક લાગણીઓથી આજનો માનવી ઘેરાયેલો છે. આમાંથી (જ્ઞાનધારા - SEE ૨૬ 8 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-)