Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આવશ્યક યમ-નિયમ છે. આ જીવનમૂલ્યોના આધારે બાહ્ય-જગત અને સમસ્ત જીવસૃષ્ટિ સાથેના સમભાવ ભરેલા આચાર માટે ત્રણ ગુણવ્રત છે. આ ગુણવ્રત તેના જીવનને અને જીવની દરેક પ્રવૃત્તિને સંયમિત કરે છે. તેના રોજેરોજના વપરાશની સામગ્રીથી લઈને તેના વ્યાપાર અને આર્થિક પ્રવૃત્તિની સીમા પણ આ વ્રત નક્કી કરે છે, જેથી તે ન્યૂનતમ હિંસાથી પોતાનું જીવન જીવી શકે. છેલ્લાં ૪ વ્રત તેના આધ્યાત્મિક વિકાસ માટે છે.
શ્રાવકાચાર અને તેના ૨૧ ગુણ આ જીવનશૈલીનો જ નિર્દેશ કરે છે. જૈનશાસ્ત્રો જીવનની વિષમતાઓને દૂર કરવા માટે અહિંસા, સંયમ અને તપને સર્વોચ્ચ સ્થાન આપે છે. “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના પ્રારંભમાં જ કહ્યું છે - | ‘થ મંતિમવિહેં, હિંસા સંગમો તવો |
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ ધર્મ શ્રેષ્ઠ મંગળ છે. અહિંસા, સંયંમ અને તપ ધર્મનાં ત્રણ રૂપ છે. જેનું મન આ ધર્મમાં સ્થિર છે, તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે.
જૈન ધર્મ અને જીવનશૈલીમાં આચાર અને વિચારનું અદ્ભુત સમતુલન જોવા મળે છે. આચારની શુદ્ધતા જેટલું જ મહત્ત્વ વિચારોની ઉદારતાનો છે. અનેકાન્તવાદ દરેક વિચારસરણીને સખ્યભાવ અને આદર સાથે મહત્ત્વ આપે છે. આજના યુગનાં દરેક ધર્ષણો અનેકાન્તવાદ અપનાવવાથી ટાળી શકાય છે.
નીચે આપેલાં થોડાં સૂત્રો જૈન મૂલ્યોની ઉદારતા અને પરસ્પર સન્માન અને સહકારની ભાવનાને વ્યક્ત કરે છે. 'सत्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्य भावं विपरितवृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥
હે જિનેન્દ્ર દેવ ! મારી પ્રાર્થના છે કે મારો આત્મા હંમેશાં પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીનો ભાવ, ગુણીજનો પ્રત્યે પ્રમોદનો ભાવ, દુઃખી જીવો પ્રત્યે કરણાનો ભાવ અને મારાથી વિપરીત આચરણ કરનારાઓ
રાજા અને મારાથી (વિરોધીઓ, અધર્મીઓ) પ્રત્યે ઉદાસીનતા - માધ્યસ્થતાનો ભાવ ધારણ કરે. (જ્ઞાનધારા-૫ % ૨૨ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)