Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સભ્યો સામે મોટો પડકાર છે. તેમાં જૈન જીવનશૈલી અને જૈન જીવનમૂલ્યો મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે.
શેરબજારનું ઉદાહરણ પાણીમાં તરતી વિરાટ હિમશિલાની બહારમાં દેખાતી નાની ટોચ જેવું છે. વિશ્વ સામે જે પડકારરૂપ પ્રશ્નો છે, તે બહાર દેખાય છે તેના કરતાં અનેકગણા વધુ જટિલ અને ગંભીર છે. તેમાંના થોડા પ્રશ્નો નીચે પ્રમાણે છે :
0 ઉપભોક્તાવાદ અને ભૌતિક સામગ્રીનો બેફામ ઉપયોગ અને દુર્વ્યય. 3 વૈચારિક અને ધાર્મિક અસહિષ્ણુતા.
આર્થિક અસમાનતા અને શોષણ. a કુટુંબભાવના અને સહકારની ભાવનાનો વિચ્છેદ. 0 નૈતિક અધઃપતન, ભ્રષ્ટાચાર અને જીવનમાં વિકૃતિ.
તે જ્ઞાતિવાદ અને જાતિવાદની વધતી જતી માઠી અસર. ઉપભોક્તાવાદ :
અનિયંત્રિત ઉપભોક્તાવાદને કારણે કુદરતના સાધન-સંપત્તિ ઉપર પ્રબળ દબાણ આવ્યું છે. ખનીજ પદાર્થોનો પુરવઠો ઝડપથી ઘટી રહ્યો છે. જંગલોનો મોટે પાયે વિનાશ થઈ રહ્યો છે. કૃષિની પેદાશ માંગને પહોંચી નથી શકતી. પાણીનો ઉપયોગ અને દુર્વ્યય બેફામ રીતે વધી રહ્યો છે. નદીનાં અને જળાશયોમાં પાણી ઘટી રહ્યું છે. તેમાં પ્રદૂષણ સીમા બહાર વધી ગયું છે. કહેવાય છે કે પાણીની તંગી એટલી તીવ્ર થઈ જશે કે ભવિષ્યમાં પાણી માટે યુદ્ધો થશે.
જમીનની માંગ પણ એટલી જ વધતી જાય છે. કારખાનાં અને કૃષિક્ષેત્ર વચ્ચેની જમીનની સ્પર્ધાનાં આઘાતજનક અને હિંસક પરિણામ પશ્ચિમ બંગાળના સિંગુર અને નંદીગ્રામમાં જોવા મળ્યાં છે. સિંગુર અને નંદીગ્રામ આવી રહેલાં મહાસંકટના પૂર્વસંકેત છે.
પર્યાવરણનું સમતુલન ભાંગી પડ્યું છે. તાપમાન વધી રહ્યું છે. હિમાલય જેવા વિરાટ પર્વતો અને ધ્રુવપ્રદેશોનો બરફ ઓગળી રહ્યો છે.
વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ પોકારી પોકારીને કહી રહ્યા છે કે - “આખું વિશ્વ ઝડપથી સર્વનાશ તરફ ધસી રહ્યું છે. તાત્કાલિક પગલાં અપનાવવામાં નહિ આવે તો ભવિષ્યમાં વિશ્વને તારાજીમાંથી ઉગારવું મુશ્કેલ થઈ જશે.” (જ્ઞાનધારા - S જ ૧૪ SMS જન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)