Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
વહે છે જેની વાણીમાં, સદાવૈરાગ્યનાં ઝરણો; કરાવી પાન અમૃતનું, નિવારે જન્મને મરણો...બતાવે૦ ભવિજન સાંભળો ભાવે, સુધાવર્ષાગુરૂવચનો; જિનેશ્વરધર્મ આરાધી, લાહો લહાવો મનુષ્યભવનો...બતાવે હરે અજ્ઞાનતિમિર જે, પ્રસારી જ્ઞાનનાં કિરણો; નમે અંબૂસદાએવા, ગુરૂવરનાં પુનિત ચરણો...બતાવે ૫ (રાગ-રાખનાં રમકડાંને) વીરનાં વણતાં ગુરૂરાજે, ગુરૂરાજે આજે ભાખ્યાં રે; મૃત્યુલોકમાં અમૃતરસના, સ્વાદ સખી મેંચાખ્યા રે...વીરના મારૂં તારૂં કોઇન જગમાં, ખોટી આશા પકડે; આ મારૂં આ તારું કરીને, જીવો ભવમાં રખડેરે... વીરના૦. સચિત-આનંદઆત્મા સોહે, પુદ્ગલભાવથી અળગો; આત્મભાવને છોડીને કેમ, પુલભાવને વળગોરે...વીરનાં જ્ઞાન દર્શન ચારિત્ર ધન છે, ઔર નવિ ધન દુજો; ચેતનધનને છોડીને કેમ, જડકંચનને પૂજો રે...વીરનાં ક્ષણભંગુર કાયા પાસેથી, ધર્મને સાધી લઇએ; કાચી માટીની કાયા ઉપર, આસક્તિનવિધરીએ રે.. વીરનાં) મનમાંથી મમતાને કાઢી, સમતા દિલમાં સ્થાપે; મિથ્યાત્વને દૂર હઠાવી, ગુરૂજી સમકિત આપેરે... વીરનાં૦ ગુરૂમુખથી જિનવાણી સુણતાં, વૈરાગ્ય કેરા રંગ ગાયા; શ્રોતાઓનાં દિલડાં ધર્મના, રંગથકી રંગાયાંરે... વીરનાં અવસર દુર્લભ સખી મળ્યો છે, પ્રમાદ કરશો નહીં; ઘેર બેઠાં આવી છે હેતી, જ્ઞાનની ગંગા અહીં રે... વીરનાં) એવા ગુરૂનાં ચરણ કમળને, વંદુ ભાવ ધરી; જંબૂ કહે ભવ ભાવઠ ભાગી, ટાળે જે ફેરીરે... વીરનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98