Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
જુના કલેશ વિસારી સઘળા, ચિત્ત વિશુદ્ધ બનાવો, સર્વ જીવોને ખમો ખમાવો, વૈર ન દિલમાં લાવો રે .. બારસા૦ ખમવા અને ખમાવવામાં, સર્વ જ સાર સમાયો, પર્યુષણનો તેથી જગમાં, મહિમા શ્રેષ્ઠ ગવાયો રે .. બારસા૦ સંવત્સરીપ્રતિક્રમણ કરજો, ચિત્ત એકાગ્ર કરીને,
પાપ આલોચવા આવો અવસર, આવશે નહીં ફરી ફરીને રે .. બારસા∞
ખમી ખમાવી જેહ પરસ્પર, ચિત્તને નિર્મળ કરશે,
જંબૂ કહે તે મુક્તિસુખની, મંગળમાળા વરશે રે .. બારસા
શ્રીસિદ્ધચક્રનીગહુંલી
૯૮ (રાગ - અબ તેરે સિવા કૌન મેરા ..)
શ્રી સિદ્ધચક્રમહિમા કહે ગુરૂજી અપારા, આનંદઅતિવ્યાપે સુણી દિલમાં અમારા;
આરાધો ભવિનવપદમંડલ વિશાળા, આરાધી સુખ પામ્યામયણાને શ્રીપાળા, કુષ્ઠાદિરોગ આદિ સવિદુ:ખ નિવારા.. આનંદ૦
અરિહંત સિદ્ધ ભગવંત દેવ એ ખરા, આચાર્ય; ઉવજ્ઝાયા સાધુ મુનિવરા, ગુરૂતત્ત્વના એહ કહ્યા ત્રણ પ્રકારા .. આનંદ૦ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની સાધના, કરીએ નિત્ય ધર્મ કેરી આરાધના, સમરીએ એહ નવપદને નિત્ય સવારા .. આનંદ૦
યૂરે એ સર્વ સંકટને સર્વ આપદા, પૂરે એ મનોવાંછિત સર્વ સંપદા, સિદ્ધચક્રપ્રભાવે ટળે વિઘ્ન હજારા .. આનંદ૦ નવકારમંત્રમોટો છે સર્વમંત્રમાં, નવપદયંત્રમોટું છે સર્વયંત્રમાં, સંસારદુ:ખમાંથી કરે એહ ઉગારા .. આનંદ૦
ગુણોને ગુણી સર્વે એમાં સમાઇ ગયા, જ્ઞાની પુરૂષો મહિમાને કહી ગયા, વર્ણવ્યાએના શાસ્ત્રોમાં ગુણ અપારા.. આનંદ૦
દિવસ નવઆશ્વિન-ચૈત્ર માસમાં, ઓળી કરો જવાને મુક્તિનિવાસમાં, આયંબિલથી જાયે ઇંદ્રિયવિકારા.. આનંદ૦
Jain Education International
૬૯
For Private & Personal Use Only
૭
८
૯
૨
3
૪
૫
૬
૭
www.jainelibrary.org
Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98