Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 91
________________ જ્ઞાનઉદ્યોતકોણ હવે કરશે, અજ્ઞાનતિમિરને કોણ હરશે, બતલાવશે આઠ હવે કોણ જ્ઞાનાચારા. ઉદ્ધારક0 સમ્યકત્વને કોણ વિશુદ્ધ કરશે, દૂષણ કોણ પાંચ પરિહરશે, પહેરાવશે કોણ હવે સમકિત શણગારા. ઉદ્ધારક0 કોણ કહેશે વાણી જિનવરની, કોણ વર્ણવશે શ્રાવકકરણી, બતલાવશે કોણ હવે અમને વ્રત બારા.. ઉદ્ધારક0 બારસવિધતાને તપવાને, હવે કર્મ પુરાણાં ખપાવાને, કરશે કોણ પ્રેરણા અમને નિત્ય સવારા.. ઉદ્ધારક) કોણ કહેશે ભેદ જીવાજીવનો, પુણ્ય-પાપને આશ્રવ-સંવરનો, બંધ મોક્ષને નિર્જરા કોણ હવે કહેનારા.. ઉદ્ધારક) ચોમાસું વહી ગયું શી રીતે, અમને ન ખબર પડી કોઇ રીતે, સુણતાં નિત્ય ગુરૂવરના ઉપદેશરસાળા.. ઉદ્ધારક ઉપદેશ નિરંતરઆપીને, ધર્મભાવના દિલમાં સ્થાપીને, પુષ્ટિ કરશે હવે ધર્મની કોણ અમારા.. ઉદ્ધારક0 જંબૂવિજયના ગુરૂવરના, શ્રી ભુવનવિજયજી મુનિવરના, વિહારથી થાય છે મનમાં દુ:ખ અપારા.. ઉદ્ધાર0 ૧૦૭ (રાગ - જબ તુમ હી ચલે પરદેશ..) જિનવાણીનાકહેનાર કરે વિહાર ગુરૂરાજઅમારા, ઉપજે છેદુ:ખ અપારા. આનંદ થતો અતિશય મનમાં, રોમાંચ થતાં ઉલસિતતનમાં, સુણતાં ગુરૂવાણી કરતી અમીરસધારા.. ઉપજે છે૦ જઇશું હવે કોના વ્યાખ્યાનમાં, કોણ માર્ગ બતાવશે ભવનમાં, ગુરૂ વિણ નહીં કોઈ મારગદાખવનારા.. ઉપજે છે પૂછીશું સુખશાતા કોને, હવે ઉત્તરકોણ દેશે અમને, હવે શાસ્ત્રની સુંદર વાતો કોણ કહેનારા.. ઉપજે છે૦ હવે આહાર-પાણી કોણ લેશે, ધર્મલાભની આશિષ કોણ દેશે, પાવન કરશે ઘર આંગણ કોણ અમારા.. ઉપજે છે૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98