Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 93
________________ સ્વામી સાતા હવે, કોને પુછીશું; શિરપર બે કર જોડરે.. કોને૦ દેવ-ગુરૂ પસાય એમ, કહી હવે અમને; હર્ષિત કરશે કોણ રે.. કોને૦ ભાત-પાણીનો લાભ, દેવાની વિનંતી કરીશું કોની પાસરે ..કોને૦ હમણાં પધારશો, હમણાં પધારશો; એમ જોઉં તુમ વાટ રે.. કોને૦ આંગણે ઉભા રહી, હવે અમે કોની; નિત્ય જોઇશું વાટ રે.. કોને૦ પગલાં કરી હવે, કોણ અમારૂં; પાવન કરશે દ્વારરે.. કોને૦ સ્વાર્થ વિના જે, વિચરે જગતમાં; કરતા નિત્ય ઉપકારરે..કોને પુણ્ય જો હોય તો, એવા ગુરૂજીનાં દર્શનનો મળે લાભ રે.. કોને૦ સુણવા મળે ગુરૂરાજની વાણી; હોય જો મોટું ભાગ્યરે.. કોને૦ ભુવનવિજય ગુરૂરાજને સાથે; શિષ્ય છે જંબૂનામ રે..કોને૦ અંતરિક્ષ પાર્શ્વનાથ, યાત્રાને કારણે; પધાર્યા બાલાપુર ગામ રે.. ગુરુ અને શિષ્ય બે, રહ્યા ચોમાસું; કર્યો મોટો ઉપકારરે.. કોને૦. યોગશાસ્ત્ર અને, ધન્યચરિત્રની, સુણાવી મનોહર વાણરે.. કોને૦ ઉપદેશ આપી વિવિધ તપશ્ચર્યા કરાવી અતિ મનોહારરે.. કોને૦ ચાતુર્માસમાં કોઇ; જાણે અજાણે; થયા જ હોય અપરાધરે..કોને૦ ક્ષમા કરજો ગુરૂરાજ અમારા; ક્ષમાતણા ભંડાર રે.. કોને૦ અમારા ક્ષેત્ર પર, મહેરબાની રાખજે; પધારજો ફરીવાર રે.. કોને૦ અંતરિક્ષ પાર્શ્વનાથ,સ્વામીને વિનવું; લાવે તમોને ફરીવારરે..કોને૦ બાલાપુરે ચોમાસું રહી, ગુરૂરાજ આપે; આનંદ કરાવ્યો અપારરે. કોને૦ દુ:ખ ઉપજાવી આજે, ચાલ્યા શું જાવ છો; રોતાં મૂકી નરનારરે.. કોને સંવત બે હજાર, છ ની સંભારૂં; નિત્ય મહા સુદ છઠરે.. કોને૦ દુ:ખથી ઉભરાય, છાતી અમારી; વહે છે આંસુની ધારરે.. કોને૦ ભૂલશો નહીંગુરૂરાજ અમોને;રાખજો કરૂણાભાવરે..કોને૦ ઉપકાર ન ભૂલીએ, કદી તમારો; સમરું દિનને રાત રે.. કોને૦ કૃપા કરીને આપ, વહેલાં વ્હેલાં દેજો; દર્શન અમોને ફરીવારરે.. કોને૦ વિહારમાં સ્વામી, સાતામાં રહેજો; આપું છું દુ:ખથી વિદાય રે.. પંથ નિહાળતાં, ગુરૂજી તમારો; આંખો આંસુથી ઉભરાય રે .. કોને૦ ૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98