Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
ઉપકાર નિરંતર યાદ કરૂં, તુમ ગુણોને કદી ના વિસરૂં, દેવદર્શનમાં સ્મરજો અમને કોઇ વારા .. ઉપજે છે અમ અપરાધોની ક્ષમા કરજે, ગુરૂજી અમ પર કરૂણા ધરજો, વહેલાં વહેલાં દર્શન દેજો ફરીવારા .. ઉપજે છેવ સ્વામી સુખસાતામાં રહેજો, શુકન જોઇને સંચરજો, સંભાળીને કરજો ગુરૂરાજ વિહારા .. ઉપજે છેવ હું પંથ નિહાળું તુમ તણો, વ્યાપે છે મનમાં ખેદ ઘણો, નયનોમાંથી વહે છે આંસુની ધારા .. ઉપજે છેવ જંબૂવિજયના ગુરૂરાજા, શ્રી ભુવનવિજયજીમહારાજા, વ્યાપે છે અમ અંતરમાં દુ:ખ અપારા .. ઉપજે છે
૧૦૮ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ ..)
ભુવનવિજય ગુરૂરાજના વિહારથી થાય છે આજે અતિદુ:ખ રે, કોને કહું અંતરની વેદના. વીતરાગદેવની, વાણી અમોને; સંભળાવશે હવે કોણરે. કોને ભૂલ્યા પડ્યા અમે, ભવવનમાંહિ; માર્ગ બતાવશે કોણ રે .. કોને૦ જ્ઞાનનો દીપક, દિલમાં પ્રગટાવી; અંધકાર હરશે કોણ રે .. કોને વ્યાખ્યાનમાં નિત્ય, ઉપદેશ આપી; પ્રેરણા કરશે કોણરે કોને મોહના પંકમાં, ખૂંચેલા અમને; ઉગારશે હવે કોણ રે ... કોને સાર-અસારનો, વિવેક કરાવી; ધર્મમાં જોડશે કોણ રે .. કોને સુકાઇ જશે અહીં, ધર્મનો બગીચો; સિંચન કરશે કોણ રે ... કોને દૂર દૂરના આ દેશમાં અમારા; વિચરશે હવે કોણ રે ... કોને કષ્ટ અનેક સહી, આટલે દુર હવે; ક્યારે પધારશે કોણ રે .. કોને મનના સંશય હવે, છેદીને કરશે; સમકિત નિર્મલ કોણ રે .. કોને આપનાં તે દર્શન, ક્યારે અમોને; થશે ગુરૂજી ફરીવાર રે . કોને૦ વંદના હવે કોના, ચરણે કરીને; હરશું પાતક પૂંજરે કોને૦ ધર્મલાભનો હવે અતિમધુરો; આશીર્વાદ દેશે કોણ રે ... કોને૦
Jain Education International
૭૭
**
For Private & Personal Use Only
૫
૭
૯
www.jainelibrary.org
Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98