Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 95
________________ ધન્યકુમાર તેમાં, બુદ્ધિનિધાન છે; ગુણોની તો છે ખાણ રે.. ગુરૂ૦ પિતા કરે છે રોજ, તેની પ્રશંસા, બીજા બંધુથી ન ખમાય રે. ગુરૂ ધનસાર શેઠ પર, ગુસ્સો કરે છે; જલાવે ઇર્ષાની આગરે. ગુરૂ૦ ગૃહક્લેશથી ધન્ય, ઘરમાંથી નીકળી; કરે વિદેશ પ્રયાણ રે. ગુરૂ૦ પામે છે ભાગ્યથી રિદ્ધિને સિદ્ધિ, પગલે પગલે નિધાન રે.. ગુરૂ૦ ઉજ્જયિની નગરે, મંત્રી બને છે; અને કૌશાંબીના રાજ રે.. ગુરૂ૦ પાછળ ભાગ્યહીન, ત્રણે બંધુઓ; ક્ષણમાં ગુમાવે સર્વસારરે.. ગુરૂ૦ ગામે ગામ ભમતા, નિર્ધન તેહને; ઓળખે ધન્યકુમારરે.. ગુરૂ૦ ગુણવાન તેમને, સુખી કરે છે; લાવીને નિજ ઘરમાંય રે.. ગુરૂ૦ . ફરી પણ ઇર્ષાની, આગ જલાવે; ત્રણ બંધુઓ પૂર્વ જેમ રે.. ગુરૂ૦ ધન્યકુમાર ફરી, ઘર છોડી નીકળે; બન્યું અનેક વાર એમ રે. ગુરૂ૦ શાલિભદ્રની બહેન સુભદ્રા આદિ; પરણે છે આઠનારરે.. ગુરૂ૦ રાજગૃહનગરે, ત્રણ બંધુઓ; યક્ષ બતાવે મોટો દંડરે.. ગુરૂ૦ સબુદ્ધિ પામે, સર્વ બંધુઓ; ત્યજી અસૂયાભાવરે. ગુરૂ૦ પિતા અને મોટા, ત્રણ બંધુઓ, ચારિત્રલે ઉજમાળ રે.. ગુરૂ૦ શાલિભદ્ર ત્યજી, બત્રીશ નારી; ધન્યકુમાર ત્યજી આઠરે.. ગુરૂ૦ વીર પ્રભુ પાસે, દીક્ષા લઈને; પહોંચ્યા અનુત્તર વિમાન રે.. ગુરૂ૦ ધન્યકુમારને, નિત્ય ઉઠી પ્રણમું ભરસરમાં લઈનામરે.. ગુરૂ૦ જંબૂકહે એવી ગુરૂ-દેશના સુણીને આનંદ થાય અપારરે ગુરૂ૦ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું પારણું ૧૧૧ (રાગ ઝુલો કૌશલકુમાર, તુમ્હસખીયાં ઝુલાવે.) ઝુલો મહાવીરકુમાર, તમને ત્રિશલા ઝુલાવે, તમને ત્રિશલા ઝુલાવે, પોઢો મહાવીરકમાર, તમને ત્રિશલાપોઢાવે, તમને ત્રિશલા પોઢાવે, હિંચો મહાવીરકુમાર, તમને ત્રિશલા હિંચોળે, તમને ત્રિશલા હિંચોળે, રત્નજડ્યા પારણામાં શય્યા બિછાવી, સુંદર મેંરેશમની દોરી બંધાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98